જામનગર: સિકકા પાટીયા પાસે પ્રેમમાં નિરાશ થવાથી શ્રમિક યુવાનનો આપઘાત

  • May 08, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સિકકા પાટીયા પાસે પ્રેમમાં નિરાશ થવાથી શ્રમિક યુવાનનો આપઘાત

ખટીયા બેરાજામાં ઝેરી દવા પી વૃઘ્ધે મોત મીઠુ કર્યુ 

જામનગર નજીક સિકકા પાટીયે રહેતા એક પરપ્રાંતીય યુવાને પ્રેમમાં નિરાશ થવાથી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, જયારે ખટીયા બેરાજામાં રહેતા એક વૃઘ્ધે જંતુનાશક દવા પીને મોત મીઠુ કરી લીધુ છે.

મુળ યુપીના હાલ સિકકા પાટીયે શો‚મની પાસે રહેતા રામ મેકુલાલ સ્નેહી (ઉ.વ.૨૨) નામના પરપ્રાંતીય યુવાનને કોઇ યુવતિ સાથે પ્રેમ હોય અને પ્રેમ સબંધમાં નિરાશ થવાથી ગઇકાલે પોતાના રૂમે પંખામાં ચાદર વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું, આ અંગે હાલ સિકકા પાટીયે રહેતા ભાનુ બંભોલી વર્મા દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

બીજા બનાવમાં કલ્યાણપુરના આસોટા ગામના વતની અને હાલ લાલપુરના ખટીયા બેરાજા ગામમાં રહેતા રામશી અરજણભાઇ પરમાર (ઉ.વ.૫૩) નામના વૃઘ્ધે કોઇ અગમ્ય કારણસર બે દિવસ પહેલ જંતુનાશક દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ છે, આ અંગે કુબલાવદર ગામના ગોવિંદ ડાયાભાઇ પરમાર દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application