જામનગર : મકાજી મેઘપરમાં મહિલાની નજર ચુકવી એક લાખની રોકડ લઇ બે ગઠીયા પલાયન

  • November 11, 2025 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડ તાલુકાના મકાજી મેઘપરમાં આવેલ શિવનગર સોસાયટીમાં રહેતી લીલીબેન ખોડાભાઇ પટેલ (ઉ.વ.૫૯) નામના મહિલાએ ગઇકાલે ગ્રામ્ય પોલીસમાં બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.


વિગત અનુસાર ફરીયાદીના ઘરે ગઇકલો સવારના દસેક વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને રણુંજા મંદિરના રામામંડળમાં આવવાનું આમંત્રણ આપી તેણીને પાણી પીવડાવી તથા ફરીયાદીને પગનો દુ:ખાવો તથા ઘરની નડતરો દુર કરવાનું કહી મંત્રો ઉચ્ચારી ફરીયાદીને વિશ્ર્વાસમાં લીધા હતા.


દરમ્યાન મહિલાના ઘરમાં પડેલ પૈસા મંગાવી ફરીયાદીની નજર ચુકવીને થેલીમાંથી રૂ. એક લાખ લઇ વિશ્ર્વાસઘાત-છેતરપીંડી કરી હતી.
​​​​​​​

 ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ સી.બી. રાંકજા તપાસ ચલાવી રહયા છે અને મહિલાએ આપેલા પ્રાથમિક વર્ણનના આધારે રકમ લઇને છુમંતર થયેલા બે ગઠીયાઓની શોધખોળ કરવા જુદી જુદી દીશામાં તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News