દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા
ગુજરાત રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયોમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બનવા ન પામે તે માટે તકેદારી રાખવા તેમજ આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ/જળાશય/નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યા વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો (નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઇ યોજનાઓ વગેરે) પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.૨૩/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.