જામનગર અને મેઘપરમાં ૨૦ પત્તાપ્રેમી પકડાયા

  • November 10, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરના બેડી કાપડમીલ ચાલી વિસ્તારમાં પાના ટીંચતા બે પકડાયા હતા અને ત્રણ ભાગી ગયા હતા, એલસીબીના દરોડામાં ૨.૧૬ લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો, જયારે મેઘપર મઢુલી પાસે જાહેરમાં પાના ટીચતા બે દરોડામાં ૧૮ શખ્સો ઝપટમાં આવ્યા હતા. બંને દરોડામાં ૨૧ હજારની રોકડ મળી આવી હતી. 


જામનગર એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે જામનગરના બેડી કાપડમીલ ચાલી વિસ્તારમાં કેટલાક શખ્સો તિનપતીનો જુગાર રમે છે આથી દરોડો પાડીને જુગાર રમતા ધરારનગર-૧ના હુશેન અયુબ ચમડીયા અને મનિષ વજા સોલંકીને રોકડા ૨૧ હજાર, ૪ મોટરસાયકલ અને ગંજીપતા મળી કુલ ૨.૧૬ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે દરોડા વખતે ધરારનગરનો ફા‚ક ધુંધા, અનિશ અને જાવીદ નામના ત્રણ શખ્સ નાશી ગયા હતા, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


બીજા દરોડામાં મેઘપર ગામમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા મુળ યુપીના મીરજાપુરના હાલ મેઘપર રહેતા પ્રદુમ શારદાપ્રસાદ નિશાદ, રાજ રામનરેશ સાહની, ચંદન ઉર્ફે છોટુ લક્ષ્મીકુમાર સાહની, દિલીપકુમાર બેચુમાજી સાહની, મોનુ રામકરન શર્મા, અનિલકુમાર સંતોષકુમાર ગોળ, સાહબ ટેરહીપ્રસાદ બિંદ, શિવધારી બાબુ યાદવ અને રાહુલકુમાર જીતુપ્રસાદ સાહની નામના શખ્સોને રોકડા ૧૦૩૮૦ અને પત્તા સાથે પકડી લીધા હતા.


આ ઉપરાંત મેઘપર મઢુલીની બાજુમાં લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા મુળ મીરજાપુર, હાલ મેઘપર રહેતા સુનિલ ઉમાશંકર મલ્લા, બિંદુકુમાર કેદારનાથ મલ્લા, ગોવિંદા નીરહુ મલ્લા, અનિલકુમાર કેશવપ્રસાદ, સંજય સત્યનારાયણ ચૌધરી, નિતીંજય પારસ સાહની, સુભાષચંદ્ર ખીચડુ સાહની, સોમારૂ ગોરી સાહની અને સંદીપકુમાર રંજીતરામ નિશાદને રોકડા ૧૧૧૭૦ની સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News