બોર્ડની પરીક્ષા, જામનગરમાં કોચીંગ કલાસીસના શિક્ષકો પર ચાંપતી નજર રખાશે

  • February 14, 2026 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્રારા એકશન પ્લાન બનાવાયો છે. જેમાં બોર્ડની પરીક્ષા દરમ્યાન શહેરમાં કોચીંગ કલાસીસના શિક્ષકો પર ચાંપતી નજર રખાશે. આગામી ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલશે. જામનગર શહેર અને જિલ્લામાં ૧૬ કેન્દ્ર પર ૯૭૫ બ્લોકમાં ૨૮૫૩૮ વિધાર્થીઓ પરીક્ષા આપશેે. ચાલુ વર્ષે ધો.૧૦ અને ૧૨માં એકપણ વિકલાંગ પરીક્ષાર્થી નોંધાયો નથી. શહેર-જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો પર દરરોજ પોલીસ બંદોબસ્ત બદલવામાં આવશે. 


ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા.૧૨ ફેબ્રુઆરીના કલેકટરના અઘ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની મીટીંગ મળી હતી. જેમાં જામનગર શહેર-જિલ્લાનો બોર્ડની પરીક્ષાનો એકશન પ્લાન જાહેર કરાયો હતો. જેમાં પરીક્ષાના આયોજન, કાયદો અને વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્રો પર વીજળીની વ્યવસ્થા, વિધાર્થીઓ પરીક્ષા સ્થળે સમયસર પહોંચી શકે તે  માટે એસટીની વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, પરીક્ષા દરમ્યાન ટ્રાફીક વ્યવસ્થા, ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા સહીતના મુદે ચર્ચા કરવામાં આવી હતી. શહેર-જિલ્લામાં બોર્ડની પરીક્ષાના તંત્રના એકશન પ્લાન અનુસાર કોઇ પણ પરીક્ષા કેન્દ્ર સંવેદશનશીલ કે અતિસંવેદનશીલ નથી.સ્કવોડની ટીમ બંને સેશન એટલે કે સવાર અને સાંજે ચેકીંગ કરશે.પરીક્ષા દરમ્યાન આડકતરી રીતે સંકળાયેલા માથાભારે અને અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેને પોલીસની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે.


તદઉપરાંત પરીક્ષા વ્યવસ્થામાં વપરાતા વાહનો પર ઓન એકઝામ ડયુટીનું બોર્ડ લગાડવામાં આવશે. શહેરમાં ચાલતા ટયુશન અને કોચીંગ કલાસીસના સંચાલકો પાસેથી તેમના વર્ગમાં આવતા શિક્ષકોના બાયોડેટા તથા વિધાર્થીઓની વિગતો જિલ્લા શિક્ષણાધીકારી મેળવશે અને તેમના પર ચાંપતી નજર રાખશે. પરીક્ષા કેન્દ્રો પર દરરોજ પોલીસ બંદોબસ્ત બદલાવી આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરવાની રહેશે.


પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના સ્થળો પર ચાલતા ઝેરોક્ષ મશીનો બંધ કરાવાશે.જામનગર શહેર-જિલ્લામાં ધો.૧૦માં ૯ પરીક્ષા કેન્દ્રમાં ૫૯ પરીક્ષા સ્થળ પર ૫૭૭ બ્લોકમાં ૧૭૩૪૩ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫ પરીક્ષા કેન્દ્ર પર ૩૨ પરીક્ષા સ્થળો પર ૩૦૩ બ્લોકમાં ૯૧૬૯ વિધાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨ પરીક્ષા કેન્દ્ર પર ૧૦ પરીક્ષા સ્થળો પર ૯૫ બ્લોકમાં ૧૯૦૫ વિધાર્થીઓ પરીક્ષા આપશે. શહેર-જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા એટલે કે ત્રીજી આંખ પણ નજર રાખશે.


બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા...​​​​​​​

​​​​​​​જામનગર શહેર-જિલ્લામાં બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને વિધાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાકક્ષા માટે એમ.ટી.વ્યાસ ૯૮૨૪૫ ૧૮૧૯૯, જયસુખભાઇ ચાવડા ૯૮૨૪૨ ૦૬૨૬૪, સુરભીબેન પંડયા ૯૭૨૬૭ ૧૧૮૬૫, જામનગર તાલુકા માટે કેશુભાઇ ઘેટીયા ૯૪૨૭૭ ૭૪૧૭૩, કમલેશભાઇ શુકલ ૯૯૧૩૭ ૦૧૭૭૧, લાલપુર તાલુકા માટે ડો.કમલેશભાઇ વીસાણી ૭૬૯૮૦ ૯૪૧૪૨,વર્ષાબેન ત્રિવેદી ૮૨૦૦૫ ૩૪૦૭૭, કાલાવડ તાલુકા માટે જયોતીબેન વાળા ૯૪૨૮૨ ૧૬૭૮૮,જયોત્સનાબેન દવે ૯૪૨૯૧ ૪૧૩૯૧, ધ્રોલ-જોડીયા તાલુકા માટે મુકેશભાઇ જોશી ૯૪૨૭૨ ૩૩૧૪૪, માલાબેન ઠાકર ૯૪૨૭૨ ૦૭૫૦૩, જામજોધપુર તાલુકા માટે બીંદુબેન ભટ્ટ ૯૪૨૭૯ ૪૪૮૫૫ અને એચ. આર. માલવીયા ૯૯૨૫૮ ૫૯૧૫૮ હેલ્પલાઇન નંબરનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application