પ્રભારી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની સંકલન બેઠક યોજાઈ

  • November 08, 2025 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભારી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની સંકલન બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કરે પ્રભારી મંત્રીશ્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો

બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયરવિનોદભાઈ ખીમસૂરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયબેન ગરસર, ધારાસભ્યઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે વિસ્તૃત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


બેઠક દરમિયાન, જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કરે પ્રભારી મંત્રીશ્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. કલેક્ટરએ કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પાક પરિસ્થિતિ અને જિલ્લાના વર્તમાન વાવેતર વિસ્તારની સ્થિતિ, રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની પ્રગતિ, 'સુજલામ સુફલામ જળ અભિયાન' અને 'કેચ ધ રેઇન 2.0' અંતર્ગત થયેલી જળ સંરક્ષણની કામગીરી, મનરેગા યોજનાની અસરકારકતા અને જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે થયેલી પ્રગતિ, વહીવટી સુધારણા અંગેની કામગીરી, અનઅધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશ, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રએ કરેલ સરાહનીય કામગીરી તેમજ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી. મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલ સઘન કામગીરીને બિરદાવી હતી અને બાકી રહેલા વિકાસલક્ષી કાર્યોને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સંકલન બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ  મયબેન ગરસર, ધારાસભ્ય સર્વ રાઘવજીભાઈ પટેલ,  મેઘજીભાઇ ચાવડા,  દિવ્યેશભાઈ અકબરી મ્યુનિસિપલ કમિશનર  ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application