દ્વારકાના રાણેશ્ર્વર ફાટક પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

  • August 08, 2026 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના રાણેશ્ર્વર ફાટક પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

રૂ. ૧૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત: બે આરોપીઓ ફરાર

પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સફળ રેડ કરીને રાણેશ્વર ફાટક પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે.

પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ રણમલભાઈ વાઘેલા અને હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને મળેલ સંયુક્ત ચોક્કસ બાતમીના આધારે રાણેશ્ર્વર ફાટક પાસે આવેલ ઝૂંપડાઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન પ્રથમ આરોપી હાજરાજ ભોજશીભાઈ સુમાતના ઝૂંપડામાંથી ૫૦ લીટર દેશી દારૂ (રૂ. ૧૦,૦૦૦), ૨૦ લીટર બળેલ આથો ( રૂ. ૫૦૦), ૨૦૦ લીટર કાચો આથો (કિંમત રૂ. ૫,૦૦૦) અને ત્રણ ટીનની ટોપડીઓ મળીને કુલ રૂ. ૧૫,૫૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે બીજા આરોપી રત્નાભાઈ ભોજશીભાઈ સુમાતના ઝૂંપડામાંથી ૧૦૦ લીટર કાચો આથો (કિંમત રૂ. ૨,૫૦૦) મળી આવ્યો હતો.

પોલીસે બંને ઝૂંપડામાંથી મળીને કુલ રૂ. ૧૮,૦૦૦ની કિંમતનો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં બંને આરોપીઓ (હાજરાજ ભોજશીભાઈ સુમાત અને રત્નાભાઈ ભોજશીભાઈ સુમાત) ફરાર જાહેર થયા છે. આ અંગે એ.એસ.આઈ. હરપાલસિંહ ઝાલાની ફરિયાદના આધારે દ્વારકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application