મુસાફરો માટે આધુનિક, સુરક્ષિત અને સુવિધાજનક સ્ટેશનની દિશામાં મોટું પગલું
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' (ABSS) અંતર્ગત ₹6.42 કરોડના ખર્ચે ભાટિયા સ્ટેશનના સર્વગ્રાહી પુનઃવિકાસનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્યકળા સાથે સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યું છે.
મુસાફરીનો અનુભવ બદલી નાખનારા મુખ્ય ફેરફારો:
સ્ટેશનને સંપૂર્ણપણે 'દિવ્યાંગજન અને વડીલોને અનુકૂળ' બનાવવામાં આવ્યું છે. વિશાળ સર્ક્યુલેટિંગ એરિયાના વિકાસથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર સરળ અને વ્યવસ્થિત બનશે. સ્ટેશનને નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે:
1) સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવેશ
નવું સ્ટેશન બિલ્ડિંગ: 2859.47 ચોરસ ફૂટમાં ફેલાયેલું આધુનિક ભવન, જેમાં ACP ક્લેડિંગ , પ્લાસ્ટર અને ટાઇલ્સનું ફિનિશિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રવેશ અને નિકાસ દ્વાર: મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા અને સરળ અવરજવર માટે 20-20 ફૂટ પહોળા દ્વાર બનાવવામાં આવ્યા છે. સ્ટેશન પોર્ચ: 1210 ચોરસ ફૂટનો વિસ્તાર જે મુસાફરોને ખરાબ હવામાનથી બચાવવાની સાથે આરામદાયક પ્રવેશ પ્રદાન કરે છે.
2) મુસાફરો માટે પ્રતીક્ષા અને આરામ વિસ્તાર
વિશાળ કોનકોર્સ: 1810 ચોરસ ફૂટનો મોટો વિસ્તાર જ્યાં મુસાફરો ભીડભાડ વગર આરામથી રોકાઈ શકે છે. પ્રતીક્ષાલય: 2110 ચોરસ ફૂટનો વિસ્તાર, જે બહેતર વેન્ટિલેશન અને બેસવાની આરામદાયક વ્યવસ્થાથી સજ્જ છે. ડીલક્સ એસી વેઈટિંગ રૂમ: 373 ચોરસ ફૂટના વિશાળ પ્રીમિયમ રૂમ, જ્યાં મુસાફરો શાંત વાતાવરણમાં પ્રતીક્ષા કરી શકે છે. પ્લેટફોર્મ કવર શેડ: પ્લેટફોર્મ નંબર 1 થી 3 સુધી 12950 ચોરસ ફૂટનો વિસ્તૃત શેડ જે મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ આપે છે.
3) પાર્કિંગ અને સરળ અવરજવર
વિશાળ પાર્કિંગ એરિયા: 3920.15 ચોરસ ફૂટનો સમર્પિત વિસ્તાર જે વધુ વાહનોને વ્યવસ્થિત રીતે પાર્ક કરવાની સુવિધા આપે છે. પિક-અપ/ડ્રોપ-ઓફ લેન: વાહનોના સરળ પ્રવાહ માટે 13 ફૂટ પહોળી અલગ લેન બનાવવામાં આવી છે. સર્ક્યુલેટિંગ એરિયા: સ્ટેશન પરિસરના બહારના ભાગનો વિકાસ, જેનાથી વાહનોની અવરજવર વ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત બને.
4) સુગમતા અને સુરક્ષા
દિવ્યાંગજન સુવિધાઓ: સમર્પિત પાર્કિંગ સ્લોટ, ટેક્ટાઈલ ટાઇલ્સ, સાઈનેજ અને હેન્ડ રેલ જેવી વિશેષ સુવિધાઓ જેથી દિવ્યાંગ મુસાફરોને કોઈ અસુવિધા ન થાય. પ્રકાશ વ્યવસ્થા: સુરક્ષા માટે નવા વીજ થાંભલા અને હાઈ માસ્ટ લાઈટ્સ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે સ્ટેશન સંપૂર્ણપણે પ્રકાશિત રહે.
5) આધુનિક શૌચાલય બ્લોક: 1140.56 ચોરસ ફૂટનું નવું બાથરૂમ અને ટોયલેટ કોમ્પ્લેક્સ જે સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓથી યુક્ત છે.
6) પ્લેટફોર્મની સપાટીનું સદૃઢીકરણ: પ્લેટફોર્મની ફ્લોરિંગ (Surface) માં સુધારો કરવામાં આવ્યો છે જેથી લપસી ન જવાય અને સુરક્ષા વધે.
શ્રેષ્ઠ મુસાફરી અનુભવનો સંકલ્પ
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, “અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાટિયા સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સુગમતા અને ગરિમાપૂર્ણ મુસાફરીનો નવો માપદંડ સ્થાપિત કરશે. આધુનિક પ્રતીક્ષાલયોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે. આધુનિક માહિતી પ્રણાલી, બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત પ્રવેશ-નિકાસ મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
