જામનગરની સ્થાયી સમિતિમાં ૭૧.૬૮ કરોડના વિકાસ કાર્યોને લીલીઝંડી

  • October 22, 2026 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સ્થાયી સમિતિમાં ૭૧.૬૮ કરોડના વિકાસ કાર્યોને લીલીઝંડી


જામનગર મહાનગરપાલીકાની સ્થાયી સમિતિની બેઠકમાં જુદા જુદા કામોના ૭૧.૬૮ કરોડના ખર્ચને લીલીઝંડી આપવામાં આવી હતી, ગુલાબનગર વિસ્તારમાં ૪૫ અને ૩૦ મીટર ટીપીડીપી રોડ માટેની દરખાસ્તનો સૈઘ્ધાંતીક સ્વીકાર કરાયો હતો, શહેરમાં ૩ આરોગ્ય કેન્દ્ર માટે સાધનોની ખરીદીનો ૧.૯૯ કરોડનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવામાં આવશે.

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટિીની બેઠક આજે ચેરમેન ધિરેનકુમાર મોનાણીના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા સહિત અન્ય અધિકારીઓ અને સભ્યો હાજર રહયા હતા, બેઠકમાં મનપાની જુદી જુદી શાખાઓ માટે પ્રિન્ટીંગ કામના વાર્ષિક કોન્ટ્રાકમાં વધારાનો ૧૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. ફોટોગ્રાફી, વિડિયોગ્રાફીના વાર્ષિક કામના ખર્ચની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી, જયારે ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ સુધી ૪૫ મીટર પહોળો ટીપીડીપી રોડ અને સુભાષ બ્રીજથી ગુલાબનગર ઓવરબ્રીજ સુધીનો ૩૦ મીટર પહોળો ડીપી રોડની દરખાસ્તનો સૈઘ્ધાંતીક સ્વીકાર કરાયો હતો.

શહેરમાં ૩ અર્બન આરોગ્ય કેન્દ્ર માટે સાધનોની ખરીદીનો ૧.૯૯ કરોડનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવાનું મંજુર કરાયુ હતું, સાથે સાથે ૩ આરોગ્ય કેન્દ્ર માટે ઓટોમેટીક બાયોકેમીસ્ટ્રી એનેલાઇઝર ખરીદી માટે ૧૪.૬૪ લાખ મંજુર કરાયા હતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોસ અન્વયે કમિશ્નરની તાકીદની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયુ હતું, જામ્યુકોના મુખ્ય વહિવટી ભવન ખાતે એકસઆર્મીમેનની સેવાઓની મુદત લંબાવવા તથા વધારાના ૧૧.૧૨ લાખના ખર્ચને મંજુરી અપાઇ હતી, વોર્ડ નં. ૧૫માં સીસી રોડના કામની દરખાસ્ત નામંજુર કરાઇ હતી જયારે વોર્ડ નં. ૧૨માં શાળાની ઇમારત અને વોર્ડ નં. ૧૩માં આરોગ્ય કેન્દ્રની ઇમારતને ડીમોલીશન કરી બંનેની  ૪.૫ લાખની આવક થશે તેમ ઠરાવ્યુ હતું.

ખાસ કરીને સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત આઉટ ગ્રોથ વિસ્તારમાં ૬૯ કરોડના કામનો સૈઘ્ધાંતિક સ્વીકાર કરાયો હતો, જયારે વોર્ડ નં. ૧,૨,૩,૪,૬,૭,૮,૧૫,૧૬, ૧૦,૧૧ અને ૧૨માં મેટલ મોરમ, ગ્રીડ સપ્લાયના રોડના કામ અંગેના ખર્ચ પણ મંજુર કરાયા હતા આમ સ્ટેન્ડીંગ કમિટીમાં કુલ ૭૧.૬૮ કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application