જામનગરમાં નજીવી બાબતે પરિવાર પર હુમલો
પાવડા, પથ્થર અને ઢીકાપાટુ વડે માર માર્યાની ૩ શખ્સો સામે નોંધાતી રાવ
જામનગરના સિઘ્ધનાથ સોસાયટીમાં એક પરિવાર પર પથ્થર પાવડા અને ઢીકાપાટુનો હુમલો કરીને ઇજા પહોચાડયાની પાડોશમાં રહેતા પરિવારના ૩ સભ્યો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. બીએનએસ અને એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ કરવામાં આવતા ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.
જામનગરના સિઘ્ધનાથ સોસાયટી શેરી નં. ૨માં રહેતા ગીરધર કરશનભાઇ ચાંડપા (ઉ.વ.૪૩) નામના યુવાને સીટી-સી ડીવીઝનમાં આજે સિઘ્ધનાથ સોસાયટીમાં રહેતા રમેશ નારણ ખીચ, દીશા રમેશ ખીચ અને મીતલ રમેશ ખીચ નામના ૩ સામે જુદી જુદી કલમો અને એટ્રોસીટી મુજબ ફરીયાદ નોંધાવી છે.
વિગત મુજબ ફરીયાદીનો પુત્ર બપોરે ઘરમાં ચડ્ડી પહેરીને ફરતો હોય જે બાબતે એક આરોપીએ તેને કહેલ હોય અને ફરી આ બાબતે ફરીયાદીના દિકરાએ તારા પપ્પાને કહી દઉ તેમ વાત કરતા જેથી આરોપીઓએ ભેગા મળી ફરીયાદી તથા તેના દિકરા હાર્દિક તેમજ વિવેકને માથામાં પાવડો અને પથ્થર મારી ઇજા પહોચાડી હતી. ઉપરાંત ફરીયાદીના પત્ની તેમજ અન્ય પુત્ર અશ્ર્વીનને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાતી પ્રત્યે અપમાનીત કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.