ગુજરાતમાં થતાં દલિતો ઉપરના અત્યાચાર અંગે કાર્યવાહી કરવા રાજયપાલને લખ્યો પત્ર

  • June 03, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં થતાં દલિતો ઉપરના અત્યાચાર અંગે કાર્યવાહી કરવા રાજયપાલને લખ્યો પત્ર
​​​​​​​

જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા જિલ્લાના બનાવ અંગે પણ ધરણાં
​​​​​​​

ગુજરાતમાં થતા દલિતો ઉપરના અન્યાયો સામે જામનગર જિલ્લા દલિત સમાજે રાજયપાલને એક પત્ર લખ્યો છે તેમાં રાજસ્થાનના ખીમરાણામાં દારૂની હેરફેરમાં પકડાયેલાનો વીડીયો જાહેર થયો હતો ત્યારે દારૂની લુંટનો બનાવ કેમ હોઇ શકે આ અંગે પીઆઇ સામે પગલા લેવા માંગણી જામનગર જિલ્લા દલિત સમાજે રાજયપાલને લખેલા પત્રમાં કરી છે અને લાલબંગલા સામે આજે દલિતોએ ધરણા કર્યા હતા. 


આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જામવંથલીના ભુરાભાઇ પરમાર ઉપર હુમલો થયો હતો તેમાં પણ કલમ ૧૦૯ (૧, ર) ઉમેરવા માંગણી કરવામાં આવી છે. કેટલાક લોકોને સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી દ્વારા ખોટા ગુનામાં ફીટ કરવા ધમકી અપાઇ છે. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા થતી ખોટી કાર્યવાહી ન કરવા અમદાવાદમાં અવાર નવાર લારી ગલ્લાવાળાઓને ખોટા ગુનામાં ફીટ કરી દેવા મનહર રાઠોડને પોલીસ દ્વારા ખોટા ગુનામાં ફીટ કરી તડીપાર  કરેલ છે. સિક્કાના દીલીપ રાઠોડ દ્વારા ખીમરાણા અંગે આવેદનપત્ર આપવામાં આવશે તેવી પોસ્ટ મુકવા તેને ટોર્ચર કરી સ્પેશ્યલ આઇજી પાસે લઇ જવાયા હતા. 


ખીમરાણાના રહેવાસી દેવરાજ ગોહીલને તા. ૨૭ના રોજ લઇ જવામાં આવેલ તેની સામે બુટલેગરની કાર્યવાહી કરવાના બદલે આ યુવાન સામે કાર્યવાહી કરવામાં આવેલ અને તેમને માનસિક ત્રાસ આપવામાં આવેલ. આવા બનાવ બને છે ત્યારે દલિતોને હેરાન ન કરવા માંગણી કરાઇ છે. આ કાર્યક્રમમાં આનંદ ગોહિલ, રમેશ ગોહિલ, સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. અને ધરણા કર્યા હતા. 


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application