​ ૧૫ ઓક્ટોબરની હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે 

  • October 10, 2025 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​ ૧૫ ઓક્ટોબરની હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે 

​પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનમાં આવેલા ઉજ્જૈન યાર્ડના રિમોડેલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ આંશિક રીતે બદલાયેલા માર્ગ (પરિવર્તિત માર્ગ) પર દોડશે.

​તા. ૧૫.૧૦.૨૦૨૫ ના રોજ આ ટ્રેન હાપાથી પ્રસ્થાન કરીને તેના નિર્ધારિત માર્ગ વાયા નાગદા-ઉજ્જૈન-મક્સી-રૂઠિયાઈ-શિવપુરી-ગ્વાલિયર ને બદલે આંશિક રીતે બદલાયેલા માર્ગ વાયા નાગદા-કોટા-રૂઠિયાઈ-ગ્વાલિયર થઈને દોડશે.

​જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ઉજ્જૈન, મક્સી, શાજાપુર અને બ્યાવરા રાજગઢ નો સમાવેશ થાય છે.
​​​​​​​

​રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application