જામનગર : નવા વર્ષના સંદર્ભમાં નિરંકારી સત્ગુરુનો ખુશીઓ અને આશીર્વાદ ભરેલો પાવન સંદેશ

  • January 03, 2026 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિરાકારની ઇચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના
- નિરંકારી સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ

જામનગર , 2 જાન્યુઆરી, 2026:- "નિરંકારની ઇચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના છે." આ પ્રેરણાદાયક સંદેશ નિરંકારી સત્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ દ્વારા નવા વર્ષના શુભ અવસર પર આયોજિત વિશેષ સત્સંગ સમારોહમાં આપવામાંઆવ્યો.

 સ્થાનિય ગ્યાનપ્રચારિકા જ્યોતિબહેન ટહેલરામાણીજીએ જાણકારી આપતા જણાવ્યુંકે, નવાવર્ષના પ્રથમ દિવસે સત્ગુરુ માતાજી અને નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં દિલ્હી સ્થિત 8 નંબર મેદાન, બુરાડી ખાતે નવા વરસના પ્રારંભ અવસર પર વિસાળ સત્સંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જ્યાં તેમના દિવ્ય દર્શન અને પ્રેરણાદાયી પ્રવચન દ્વારા આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો સુખદ આનંદ અનુભવાયો હતો.

સત્ગુરુ માતાજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નવા વર્ષનો પ્રથમ દિવસ આપણને સંતોના વચનો  સાંભળી અને તેને આપણા જીવનમાં સ્વીકારવાનો અમોલ અવસર આપે છે. જ્યાં સંસાર  વર્ષની શરૂઆત મોજ-મસ્તીથી કરે છે, ત્યાં સંતો સત્ય અને સત્સંગનો માર્ગ પસંદ કરે છે. સત્સંગથી શરૂ થયેલું જીવન દરેક ક્ષણે નિરંકારનો અનુભવ મજબૂત બનાવે છે.

તાર્કિક રીતે નવું વર્ષ ફક્ત ધરતીનો સૂર્યની આસપાસ એક ચક્કર અને ઋતુઓના પરિવર્તન છે. આપણે શુભેચ્છાઓ આપીએ છીએ અને નવા સંકલ્પો કરીએ છીએ, પરંતુ સાચો પરિવર્તન ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે અંદરથી આવે છે. સંતો આત્મનિરીક્ષણ દ્વારા જીવનમા સકારાત્મક પરિવર્તન લાવે છે અને નિરંકારને સર્વોચ્ચ તરીકે ઓળખીને, તેમના જીવનમાં સેવા, સુમિરણ અને સત્સંગને પ્રાથમિકતા આપે છે.

​​​​​​​
 
સત્ગુરુ માતાજીએ જણાવ્યું કે ભક્તની ઇચ્છા એ છે કે દરેક નવું વર્ષ તેમને પહેલા કરતાં વધુ સેવા, સુમિરણ અને સત્સંગ સાથે જોડે, સાથે સાથે તેમની સાંસારિક જવાબદારીઓ પણ પુરી નિષ્ઠાથી નિભાવે. જ્યારે જીવન પોતે એક સંદેશ બની જાય છે અને કર્મ શબ્દો કરતાં વધારે બોલે, ત્યારે જ સાચી સાધનાનો સ્વરૂપ પ્રગટ થાય છે. આ જ ક્ષણમાં, પુરી ચેતન અવસ્થા સાથે, નિરંકારના એહસાસમાં જીવવું જ વાસ્તવિક જીવન છે, કારણ કે ભૂતકાળ અને ભવિષ્ય ફક્ત માયાનું રૂપ છે. જ્યારે મનને વિશ્વાસ દૃઢ થાય કે કાલે પણ દાતારની ઇચ્છા હતી અને આજે પણ તેમની કૃપા છે, ત્યારે ચિંતાઓ આપમેળે સમાપ્ત થઈ જાય છે, અને જીવન સરળ અને સંતુલિત બને છે.

નવું વર્ષ ફક્ત તારીખ બદલવાનું નથી, પરંતુ પ્રેમ, મીઠાસ, સૌમ્યતા અને સમજણને સ્વીકારવાની તક છે. નફરત અને દુશ્મનાવટથી દૂર રહીને, બીજાઓની લાગણીઓને સમજવા અને ખામીઓને ઢાંકીને સદગુણોને સ્વીકારવામાં સાચી ભક્તિ છે. દરેક શ્વાસ સુમિરણ થાય, દરેક ક્ષણમાં નિરંકાર નો વાસ રહે - આ જ નવા વર્ષનો સાચો અર્થ અને સંદેશ છે. 

  નવા વર્ષ નિમિત્તે, સત્ગુરુ માતાજીએ અંતમાં બધા શ્રધ્ધાળુઓ માટે સુખ, સમૃદ્ધિ અને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવેલ
-----------------------------
સંત નિરંકારી મંડળ - જામનગર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application