દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળિયા ખાતે કરાશે

  • August 05, 2026 05:07 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળિયા ખાતે કરાશે

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળિયા ખાતે કરવામાં આવનાર છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના  સુચારૂ આયોજન માટે કલેકટરએ વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી તેમજ બેઠક વ્યવસ્થા, પ્રાથમિક સુવિધા,  સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ, સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા જેવી તમામ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ તકે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશી, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક મિત રુદલાલ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નયન કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application