એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગર ખાતે 'ઇન્ડોર ગેમ્સ કોમ્પલેક્ષ'નું ઉદ્ઘાટન કરાયું
એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગર ખાતે મેડીકલનો અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે'ઇન્ડોર ગેમ્સ કોમ્પ્લેક્ષ'નું ઉદ્ઘાટન સંસ્થાના ભૂતપૂર્વ પ્રોફેસર અને પેથોલોજી વિભાગના વડા અને ટ્રસ્ટી ડૉ.જે.આર.જોશીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.આ માટે કુલ ૬ લાખ જેટલુ ભંડોળ સંસ્થાના એલ્યુમની સ્કોલરશીપ ફંડ અને ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું હતુ.ઉલ્લેખનિય છે કે ૨૦૦૫ની સાલમાં સ્થપાયેલ આ સંસ્થા દ્વારા વખતો વખત એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગરને વિવિધ ડોનેશન તથા જરૂરિયાત મુજબની સહાય પુરી પાડવામાં આવે છે.
રમત ગમતનું આ નવિન કોમ્પલેક્ષ બનાવવામાં ડૉ.જીજ્ઞેશ વડગામા તથા રવિ મહેતાનો પણ અમુલ્ય ફાળો રહેલ છે. જેઓ ડૉ.જે.આર.જોશીની આગેવાનીમાં ખૂબ જ ટુંકાગાળામાં આ કોમ્પલેક્ષના નિર્માણમાં સહાયભૂત થયા અને કોમ્પ્લેક્ષનું કામ પૂર્ણ થયુ.આ પ્રસંગે સંસ્થાના ડીન, અધિક ડીન, તબીબી અધિક્ષક, વિવિધ તબીબઓ, ડૉ.ગાયત્રી ઠાકર (ગાયનેકોલોજિસ્ટ અને ટ્રસ્ટી) તથા સંસ્થાના વિધાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application