જામનગર મહાનગરપાલિકા ની સ્ટે. કમિટી નાં ઠરાવ અનુસાર શહેરીજનો માટે વધુ એક તક બાકી વેરા સહેલાયથી ભરપાઇ કરવા માટે આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દવારા મિલ્કત વેરા - વોટર ચાર્જ - વ્યવસાય વેરા માં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના તા.૧૫/૦૨/૨૦૨૪ થી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવી છે. આ સોનેરી તક નો લાભ લેવા જામનગર શહેરના શહેરીજનો ને જાહેર અપીલ કરવામાં આવી છે.
મિલ્કત વેરા અને અન્ય સંલગ્ન વાર્ષિક કર દર સાલે તાં. ૧, એપ્રિલ અને તાં.૧, ઓકટોબર ના ડયુ થાય છે .અને તે દર છ માસે એડવાન્સમાં ભરપાઈ કરવાના રહે છે. શહેર હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતાં તમામ શહેરીજનો ને આ પ્રેસનોટ થી સુમાહિતગાર કરવામાં આવે છે કે જો આપ શહેરી હદ વિસ્તારમાં કોઈપણ મિલ્કત ધરાવતાં હોય તો આપ મિલ્કતવેરા અને તેને સંલગ્ન વેરા ભરવા જવાબદાર છો અને એ પણ એડવાન્સમાં એટલે કે, ૧, એપ્રિલ અને ૧, ઓક્ટોબર નાં. ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૩ - ૨૪ ના બિલો બજવણીની પ્રક્રિયા હાલે ચાલુ હોય પરંતુ જે આસામી / શહેરીજનો ને બિલો પ્રાપ્ત થયેલ ન હોય, તે જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ .. પર થી ડાઉનલોડ કરી મેળવી શકશે. અથવા તો જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખામાંથી રૂબરૂ મેળવી શકશે. ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ - ૧૯૭૬ અન્વયે વ્યવસાય વેરા ના કાયદાના અમલીકરણ અને સતા ની જવાબદારી જામનગર મહાનગરપાલિકા ને સોંપવામાં આવેલ છે. જેમાં વાર્ષિક હોલ્ડરોને વાર્ષિક વ્યવસાય વેરા તા.૩૦/૦૯ સુધી ભરપાઈ કરવાની રહે છે તથા રજીસ્ટ્રેશન હોલ્ડરોનો વ્યવસાયવેરો દર માસે ભરપાઈ કરવાનો રહે છે. વર્ષ ૨૦૨૩-૨૪ સુધી ભરપાઈ કરવાનો બાકી હોય, તેવા બાકીદારોને આ પ્રેસનોટ થી ઉપરોકત સમયગાળા દરમ્યાન વ્યાજમાફી ની જાણ કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકામાં ટેકસ સ્વીકારવા માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, શરૂસેકશન સિવિક સેન્ટર, રણજીત નગર સિવીક સેન્ટર તથા ગુલાબનગર સિવીક સેન્ટર, રીકવરી વેન તથા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ .. પર અને નવાનગર બેંકની તમાંમ બ્રાન્ચોમાં પણ ભરપાઈ કરી શકાશે. આ વ્યાજ માફી નો લાભ મેળવી આપના બાકી રહેતા મિલકત વેરા- વોટર ચાર્જ અને વ્યવસાય વેરા જામનગર મહાનગરપાલિકા માં વહેલી તકે ભરપાઈ કરવા આસી. કમિશનર (ટેક્સ) જામનગર મહાનગરપાલિકા એ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech