જામનગરમાં યુવતિના અપહરણ દુષ્કર્મ પ્રકરણમાં આરોપીઓ જેલ હવાલે

  • August 07, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં યુવતિના અપહરણ, દુષ્કર્મ પ્રકરણમાં આરોપીઓ જેલ હવાલે

જામનગરમાં રહેતી યુવતિ સાથે પરિચય ધરાવતો યુવક થોડા દિવસો પહેલા ઇકો ગાડીમાં તેણીનું અપહરણ કરીને કલ્યાણપુર વિસ્તારમાં લઇ ગયો હતો જયાં દુષ્કર્મ આચર્યાની ફરીયાદ મુખ્ય આરોપી અને મદદગાર સામે નોંધાવવામાં આવતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા છે.

જામનગરના યાદવનગર વિસ્તારમાં આશરે એક મહિના પહેલા ૨૩ વર્ષની યુવતિના ઘર પાસે બંને આરોપીઓ ઇકો ગાડીમાં આવ્યા હતા, અગાઉ સાથે કામ કરતા હોય પરિચયનો લાભ લઇ ફરીયાદીને ખોટુ બોલી બહાર બોલાવી જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા.

દરમ્યાન કલાણપર વિસ્તારમાં ગોંધી રાખી આરોપી ભરત નારણ વારોતરીયાએ તેણી સાથે અવાર નવાર શરીર સબંધ બાંઘ્યો હતો, આ પ્રકરણમાં ભરત વારોતરીયા અને વિપુલ કરમુરની સામે સીટી-સીમાં ફરીયાદ કરવામાં આવી હતી. પીઆઇ ડાભી અને સ્ટાફ દ્વારા તપાસ કરીને બંને આરોપીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application