જામનગરમાં ૨૦મી સાર્વજનિક કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા નિમિત્તે 'ડિજિટલ સેલ્ફી લિંક'નું લોકાર્પણ
શોભાયાત્રા નિમિત્તે 'ડિજિટલ સેલ્ફી લિંક'નું લોકાર્પણ
છોટીકાશી ગણાતા જામનગરમાં છેલ્લા ૧૯ વર્ષથી અવિરત નીકળતી અને આ વર્ષે ૪,સપ્ટેમ્બરે ૨૦મા વર્ષમાં પ્રવેશતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે 'હર ઘર ભગવા અભિયાન'નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આવનાર જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના આયોજનને વધુ ભવ્ય બનાવવા માટે ૨૫ ઓગસ્ટના રોજ એક ખાસ બેઠક યોજવામાં આવી હતી, જેમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજના વરદ્ હસ્તે વિશેષ 'ડિજિટલ સેલ્ફી લિંક'નું લોકાર્પણ કરાયું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ કિંજલભાઈ કારસરીયા, પ્રો. દિલીપભાઈ આશર, ભીમશીભાઈ પીઠિયા અને કિશનભાઈ વસરા સહિત ખોડલધામ સમિતિના રોહિતભાઈ માધાણી, હાર્દિક વસોયા, ઓમ પાંભર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ વોરા અને સનાતન ધર્મના વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજે આજના આધુનિક યુગમાં પ્રચલિત ડિજિટલ માધ્યમોના મહત્વ વિશે ભાર મૂક્યો હતો. તેમણે દરેક શ્રદ્ધાળુઓને ડિજિટલ સેલ્ફી લિંકના માધ્યમથી પોતાની સેલ્ફી સાથેના પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી ધર્મભાવના સાથે આ શોભાયાત્રામાં જોડાવા આગ્રહ કર્યો હતો. સાથોસાથ, 'હર ઘર ભગવા અભિયાન' અંતર્ગત દરેક સનાતની પોતાના ઘર અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનો પર ગૌરવપૂર્વક ભગવો ધ્વજ લહેરાવી ઉત્સવમાં સહભાગી બને તેવું ભાવભર્યું આહવાન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં વરસાદની પેટર્ન બદલાઈ રાઉન્ડ ઓછા પરંતુ વધુ તીવ્ર રહેશે
August 26, 2026 01:09 PMઆંખો આંજી દેતી હેડલાઇટથી છૂટકારો મળશે
August 26, 2026 01:05 PMઅમેરિકાએ વિશ્વભરમાં વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરી
August 26, 2026 01:02 PMપોરબંદર, જામનગર, દ્વારકા ને કચ્છમાં ગંભીર સ્થિતિઃ માત્ર 17 ટકા જ વરસાદ
August 26, 2026 12:46 PMજામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમોના બેનર ગાયબ
August 26, 2026 12:41 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
