આગામી દિવસોમાં યોજાનાર બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ

  • February 12, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી તથા એસ.એચ.સીની વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા તા.૨૬-૦૨-૨૦૨૬થી તા.૧૮-૦૩-૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.



આ પરિક્ષાઓ માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ પૂર્વ આયોજનની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 


બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ અને અન્ય સભ્યઓ તેમજ જી.એસ.આર.ટી.સી., પી.જી.વી.સી.એલ., શૈક્ષણિક સંઘના પ્રતિનિધિઓ અને સંલગ્ન અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application