ખંભાળિયા: ભાણવડમાં મોટરસાયકલ ચોરી કરનાર ઝડપાયો

  • August 07, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: ભાણવડમાં મોટરસાયકલ ચોરી કરનાર ઝડપાયો

ભાણવડ તાલુકા સેવા સદન સામે, ગોકુલધામ સોસાયટી તરફ જવાના રસ્તે આવેલા હીરાના કારખાનાના દરવાજા પાસે જાહેર રોડ પરથી ગત ૧૭ જુલાઈ ૨૦૨૬ના રોજ ૨૦,૦૦૦ની કિંમતનું હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર જીજે ૧૦ એકે ૨૩૨૨) ચોરાઈ ગયું હતું. આ અંગે ગત ૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
​​​​​​​
ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયાની આગેવાનીમાં ટાઉન બીટ તથા સર્વેલન્સ સ્કોડની ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે બનાવ વાળી જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તેમજ હ્યુમન સોર્સિસથી ચોક્કસ બાતમી મેળવીને ચોરી કરનાર આરોપી કેશુભાઈ હમીરભાઈ ઓડેદરા (ઉંમર ૨૮, રહે. હાથલા ગામ, વાડી વિસ્તાર, તા. ભાણવડ)ને પકડી પાડ્યો છે. આરોપી શહેરમાં લટાર મારી પાર્ક કરેલા બાઈકને ડાયરેક્ટ કરીને ચોરી કરવાની પદ્ધતિ  ધરાવે છે.
ચોરી થયેલું મોટરસાયકલ હાલ પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને એમ.વી. એક્ટ હેઠળના ગુના કામગીરીમાં કબ્જે થયેલું હોય, તેને ભાણવડ પોલીસ દ્વારા વિધિવત કબ્જે લેવા કાર્યવાહી હાથ ધરી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application