જામ્યુકોની બેઠકનું નવું રોસ્ટર, જૂના જોગીઓની ઉંઘ હરામ, નવા ચહેરાને ભાગ્યોદયની તક
રાજયના ચૂંટણીપંચ દ્રારા જામનગર મહાનગરપાલીકાની બેઠકના નવા જાહેર કરાયેલા રોસ્ટર મુજબ ૭ સામાન્ય બેઠક ઘટી છે. તદઉપરાંત ૧૬ માંથી ૧૨ વોર્ડમાં બેઠકના પ્રકારમાં ફેરફાર થયો છે. આથી શિયાળા પૂર્વે રાજકારણમાં ભારે ગરમાવા સાથે જૂના જોગીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે તો નવા ચહેરાને ભાગ્યોદયની તક ના ઉજળા સંજોગો સર્જાયા છે. બીજી બાજુ બેઠકના પ્રકારમાં ફેરફાથી ચૂંટણી પહેલા સોગઠાબાજીનો દૌર શ થયો છે. સાથે સાથે અન્ય વોર્ડમાં ચલકચલાણું કે કપાઇ જશું તે નગરસેવકોમાં ચિંતાનો વિષય બન્યો છે. બેઠકોના પ્રકારમાં વધ-ઘટ અને બદલાવથી ઉમેદવારોની પસંદગી અને આંતરિક અસંતોષ રાજકીય પક્ષો માટે પડકારપ બનશે. આથી નવા રાજકીય સમીકરણો પર સૌની મીટ મંડાઇ છે.
ચૂંટણી પંચ દ્રારા રાજયની મહાપાલીકાઓની બેઠકના જાહેર કરેલા નવા રોસ્ટર મુજબ જામનગર મહાનગરપાલીકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકમાંથી ૪૪ અનામત અને ૨૦ જનરલ બેઠક જાહેર કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્રારા અનામતનું રોસ્ટર જાહેર કરવામાં આવતા જામનગર મહાનગરપાલીકામાં ૭ સામાન્ય સીટ કપાઇ છે. કારણ કે, અગાઉ મનપાની કુલ ૬૪ બેઠકમાંથી ૨૭ સામાન્ય બેઠક હતી, જે હવે ૨૦ રહેશે. બીજી બાજુ ૬૪ માંથી ૩૨ બેઠક મહીલા અનામત અને બાકીની ૩૨ બેઠક પુષની રહેશે. જેના પ્રકારમાં ફેરફાર થયો છે. કારણ કે, અગાઉ કુલ ૩૨ મહીલા બેઠકમાં ૨૬ સામાન્ય, ૨ અનુસુચિત જાતિ, ૧ અનુસૂચિત આદીજાતી અને ૩ પછાત વર્ગ બેઠક હતી. જયારે નવા રોસ્ટર મુજબ ૨૨ સામાન્ય, ૨ અનુસૂચિત જાતિ, ૮ પછાત વર્ગ મહીલા બેઠકનો સમાવેશ થાય છે. અનુસૂચિત આદીજાતિ મહીલા બેઠક ઘટી છે. આજ રીતે કુલ ૩૨ પુષ બેઠકમાં પહેલા ૨૭ સામાન્ય, ૨ અનુસૂચિત જાતિ અને ૩ પછાત વર્ગની બેઠક હતી. હવે ૨૦ સામાન્ય, ૨ અનુસૂચિત જાતિ,૧ અનુસૂચિત આદીજાતિ અને ૯ પછાત વર્ગની બેઠક થઇ છે. આથી પુષની ૭ સામાન્ય બેઠક ઘટી છે જયારે ૧ અનુસૂચિત આદી જાતીની નવી બેઠક અને પછાત વર્ગની બેઠકમાં ૬ નો વધારો થયો છે.
શહેરના કુલ ૧૬ માંથી ૧૨ વોર્ડમાં બેઠકમાં વધ-ઘટ અને ફેરફારથી ચોકકસ વોર્ડમાં વર્ષોથી ચૂંટણી લડતા જૂના જોગી અને ધુરંધર નગરસેવકોની ઉંઘ હરામ થઇ છે. કારણ કે, જો નો રીપીટ થીયરી અપનવામાં આવે તો તમામના પતા કપાઇ જાય તેમાં બેમત નથી. બીજી બાજુ નગરસેવક બનવા માંગતા નવા ચહેરાઓને તો જાણે ભાગ્યોદયની તક મળી હોય તેવી સ્થિતિ બેઠકના નવા રોસ્ટરથી સર્જાઇ છે. આથી અન્ય વોર્ડમાં ચલકચલાણાની તક મળશે કે ક૫ાઇ જશું તે મુદો નગરસેવકોમાં ચિંતાનો વિષય બન્યો છે. બીજી બાજુ મહાનગરપાલીકાના બેઠકના નવા રોસ્ટર મુજબ જે નગરસેવકો વેતરાઇ જવાની પૂરેપૂરી શકયતા છે તેઓ દ્રારા અત્યારથી જ અન્ય વોર્ડમાં ટીકીટ મળે તે માટે એડીચોટીના જોરની સાથે સોગઠાબાજીનો દૌર શ કરી દીધો છે. તો નવા ચહેરા દ્રારા પણ ટીકીટ માટે લોબીંગની ગતીવીધી તેજ કરવામાં આવી છે. ત્યારે આગામી દીવસોમાં મનપાની બેઠકના રોસ્ટરના પગલે સર્જાનારા નવા સમીકરણોથી કયાં નગરસેવકોની રાજકીય કારર્કીદી પર પૂર્ણવીરામ મૂકાશે તેના પર સૌની મીટ મંડાઇ છે.
જામનગરના ૧૬ વોર્ડમાં ૬૪ નગરસેવકો, ૧૨ વોર્ડમાં બેઠકમાં ફેરફારથી કોણ કોણ વેતરાશે..?
વોર્ડ નં.૧ માં સામાન્ય સ્ત્રીની કેટેગરીના સ્થાને અનુસૂચિત જાતિ મહીલા આવતા સીટીંગ કોર્પોરેટર કપાશે. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૨માં અનુસૂચીત આદી જાતીના બદલે અનુસૂચીત જાતી મહીલા કેટેગરી આવતા અને સામાન્ય કેટેગરીના સ્થાને પછાત વર્ગ આવતા બે સીટીંગ કોર્પોરેટર કપાવાની શકયતા. આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૩ માં ચારેય સામાન્ય બેઠક હતી. હવે એક પછાતવર્ગ અને અનુસૂચિત જાતિની બેઠકથી બે સીટીંગ નગરસેવકો કપાશે. આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૪ માં ચારેય બેઠક સામાન્ય હતી. હવે પછાતવર્ગ અને અનુસૂચીત આદી જાતીની એક-એક બેઠકથી બે સીંટીંગ કોર્પોરેટર કપાશે અથવા અન્ય વોર્ડમાં જવું પડશે. આ વોર્ડમાં ભાજપના ૩ અને એક કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતાં.
વોર્ડ નં.૭ માં ચારેય બેઠક સામાન્ય હતી. હવે અનુસૂચિત જાતિ અને પછાત વર્ગની એક-એક બેઠકથી બે સીંટીંગ નગરસેવકો પર લટકતી તલવાર.આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૮ માં ત્રીજી બેઠક સામાન્ય હતી. તેના સ્થાને પછાતવર્ગની થઇ છે. આથી એક સીટીંગ કોર્પોરેટર કપાશે. આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૧૦માં ૩ સામાન્ય અને એક અનુસૂચિત જાતીની બેઠક હતી. તેના સ્થાને હવે બે બેઠક પછાતવર્ગની થતા બે સીટીંગ નગરસેવકો કપાવાની શકયતા નકારી શકાતી નથી. આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૧૧માં ચારેય બેઠક સામાન્ય હતી. હવે પછાતવર્ગ અને અનુસૂચતિ જાતીની એક-એક બેઠક પર બે સીટીંગ નગરસેવકોનું પતું કપાશે. આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૧૨માં ચારેય બેઠક સામાન્ય હતી. તેમાં એક બેઠક પછાતવર્ગની થતા એક નગરસેવકનું પતું કપાવાની શકયતા છે.આ વોર્ડમાં કોંગ્રેસની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૧૪ માં અનુસૂચિત જાતીની બેઠક પછાતવર્ગ અને પછાતવર્ગની બેઠક સામાન્ય થતા એક સીટીંગ કોર્પોરેટર કપાશે અને અન્ય એકને વોર્ડ બદલવો પડે તેવી શકયતા છે. આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.
વોર્ડ નં.૧૫માં ચારેય બેઠક સામાન્ય હતી. તે પૈકી એક બેઠક પછાતવર્ગની થતા એક સીટીંગ કોર્પોરેટર કપાશે. આ વોર્ડમાં ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર વીજેતા થયા હતાં.
વોર્ડ નં.૧૬માં ૩ સામાન્ય અને ૧ અનુસૂચીત જાતીની બેઠક હતી. તેમાં અનુસૂચીત જાતીના સ્થાને પછાતવર્ગની થતા સીટીંગ કોર્પોેરેટર કપાવાની શકયતા છે. આ વોર્ડમાં ભાજપની પેનલ વીજેતા થઇ હતી.