જામનગર: જી.પી.એસ.સી.ની પરિક્ષાને અનુલક્ષીને જાહેરનામુ
પરિક્ષા કેન્દ્રની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન બંધ રાખવા સુચના
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા.૦૭ને રવિવારે પ્રીલીમીનરી પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/ અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસ તા.૦૭/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી બપોરે ૩:૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.
ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય વગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર સુધીના વિસ્તારોમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ તળે શિક્ષાપાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
પરીક્ષા માટે નક્કી કરાયેલા કેન્દ્રો જેમાં નેશનલ હાઇસ્કુલ, આર.આર. શાહ હાઇસ્કુલ, શ્રી કાલિન્દી સેક્નડરી અને હાયર સેક્નડરી સ્કુલ,જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, શ્રી પ્રણામી હાયર સેક્નડરી સ્કુલ, એલ.જી.હરિયા હાઈસ્કુલ, શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કુલ, સોઢા ઉમેદસિંહજી હાઇસ્કુલ, શ્રી ડી.સી.સી. વિવિધલક્ષી હાઇસ્કુલ નક્કી કરવામાં આવ્યા છે.