હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો

  • February 20, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો

ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ૧૩૦૦ વધારાની બસો દ્વારા ૭,૫૦૦ ટ્રીપોનું સંચાલન કરાશે

દ્વારકા અને ડાકોર જતા દર્શનાર્થીઓ માટે વધારાની ૪૫૦ બસો ફાળવાઈ 

આ વિશેષ સેવાઓ તા. ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે


હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું  સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો કરીને કુલ ૧૩૦૦ વધારાની બસો દ્વારા ૭૫૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. 

હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. 

હોળીના તહેવારમાં ડાકોરમાં ફૂલડોલોત્સવ તથા દ્વારકામાં પણ માં લાખો ભાવિભક્તો દર્શાનાર્થે  જતા હોય છે. ભક્તોને પરીવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે ૪૫૦ બસો દ્વારા ૩૫૦૦ ટ્રીપો ફાળવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિશેષ સેવાઓ તા. ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. 

આ સમગ્ર સંચાલન સંબંધિત કોઈપણ પૂછપરછ માટે મુસાફરો નિગમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરી શકે છે. દરેક ડેપો ખાતેથી પણ આ વધારાની સર્વિસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે. 
​​​​​​​

રાજ્યના નાગરિકોને આ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અને મુસાફરી સુરક્ષિત બનાવવા એસ. ટી. નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application