એક યુવાનની હત્યાની કોશિષ : જુના મનદુ:ખમાં બઘડાટી બોલી : છ ઘાયલ
જામનગર નજીક મુંગણી ગામમાં સમાજ વાડીની બાજુમાં બે જુથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ થયુ હતું જેમાં છ વ્યકિતઓને નાની મોટી ઇજાઓ પહોચી હતી, આ બનાવમાં સામ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેમાં હત્યાની કોશિષ, ઇજા અને રાયોટીંગ મુજબ ગુના દાખલ થયા છે જેના આધારે પોલીસે આરોપીઓની અટક કરવા તપાસ લંબાવી છે.
જામનગરના મુંગણી ગામ સમાજ વાડી પાસે રહેતા કોન્ટ્રાક તથા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી અજીતસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.૩૪) તથા મનોજસિંહ અને કેશુભા તા. ૧૬ના રાત્રીના મુંગણી ગામે લગ્ન પ્રસંગે વાડીની બહાર બેઠા હતા ત્યારે આરોપી જયરાજસિંહ બાજુમાં જેસીબી વડે જમીન લેવલીંગ તથા સફાઇ કરતા હોય અને પોતાની ફોરવ્હીલ કાર સમાજ વાડીને અડચણરુપ વચ્ચે રોડ પર રાખેલ હોય જેથી તે લેવા બાબતે કહેતા અને આરોપી તથા ફરીયાદીને અગાઉ ટીપીએસ સિકકામાં ફલાઇએસના કોન્ટ્રાકટ બાબતે મનદુ:ખ થયુ હતું.
જેનો ખાર રાખીને અન્ય આરોપીને બોલાવી ગેરકાયદે મંડળી રચીને આરોપીઓએ હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં અજીતસિંહને તલવાર વડે માથામાં ઘા ઝીંકી દીધો હતો, મનોજસિંહને કપાળના ભાગે ધારીયુ માર્યુ હતું અને કેશુભાને આડેધડ માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હતી.
આ અંગે અજીતસિંહ જાડેજાએ સિકકા પોલીસ સ્ટેશનમાં સિકકા પંચવટીના રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા, સિકકાના જાફર યુસુબ વસા, ચેલાના વનરાજસિંહ દેદા, મેઘપરના સહદેવસિંહ ઉર્ફે વિરાટ કેરની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે સિકકા પંચવટી સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજાએ વળતી ફરીયાદ મુંગણીના કેશુભા વિભાજી જાડેજા, ભરતસિંહ દોલુભા કેર, જીતુભા દોલુભા કેર, રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા, અજીતસિંહ જીલુભા જાડેજા, મેઘપર ગામના મનોજસિંહ રણજીતસિંહ જાડેજા, મુંગણીના જયદેવસિંહ કેશુભા કેશરાણા અને મેઘપરના દિલીપસિંહ ઘોઘુભા પીંગળની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ કરી હતી.
જેમાં જણાવ્યુ હતું ફરીયાદી તથા આરોપીને અગાઉ ફલાયએસના કોન્ટ્રાકટ બાબતે મનદુ:ખ થયેલ હોય જેનો ખાર રાખીને તા. ૧૬ના ફરીયાદી તથા સાહેદ લગ્ન પ્રસંગમાં હતા અને સામ સામે બોલાચાલી-ઝઘડો થતા આરોપીઓએ એક સંપ કરી, મંડળી રચી હથીયારો વડે હુમલો કર્યો હતો જેમાં રવિરાજસિંહને તલવાર વડે માથા અને હાથમાં તેમજ પાઇપ વડે હુમલો કરી ફ્રેકચર જેવી ઇજા કરી હતી.
ભરતસિંહ, જાફરને તલવાર, ધારીયુ, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરીને ઇજાઓ પહોચાડી હતી ઉપરાંત ફરીયાદીના રહેણાંક બહાર વાહનમાં ડમ્પર અથડાવી નુકશાની કરી એકબીજાને મદદગારી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech