દ્વારકા એસપી દ્વારા ઓખામંડળના પ્રોહી બુટલેગર સામે પાસા

  • August 10, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા એસપી દ્વારા ઓખામંડળના પ્રોહી બુટલેગર સામે પાસા 

કડક કાર્યવાહી કરીને પાલનપુર જેલ હવાલે કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના દૂષણ પર અંકુશ મેળવવાના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓખામંડળ વિસ્તારના જાણીતા પ્રોહી બુટલેગર સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ, એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમે જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોનો ગુનાહિત ઈતિહાસ એકત્ર કરી અસરકારક પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.

દરખાસ્તનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ દરખાસ્ત મંજૂર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કર્યું હતું. વોરંટ મળતાં જ એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી હસમુખ ઉર્ફે કડો મહેન્દ્રભાઈ ઝાખરીયા (રહે. ઓખા, ભુંગા, બરફના કારખાના પાસે, તા. દ્વારકા) ને રાઉન્ડ અપ કરી અટકાયત કરી હતી. પાસાના વોરંટની બજવણી કરીને મજકુર ઈસમને જિલ્લા જેલ પાલનપુર, બનાસકાંઠા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application