દેવભૂમિ દ્વારકા: રાવલ ગામમાંથી ૨.૫૯ લાખના ચરસના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

  • August 10, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: રાવલ ગામમાંથી ૨.૫૯ લાખના ચરસના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

દ્વારકા એસઓજી ત્રાટકી : પોરબંદરના શખ્સનું નામ ખુલ્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. ટીમે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન હેઠળના રાવલ ગામે દરોડો પાડીને એક કિલોથી વધુ ચરસના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી છે.

પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની આગેવાનીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયા અને કોન્સ્ટેબલ સુમાતભાઈ ભાટીયાને ચોક્કસ બાતમી મળી હતી કે રાવલ ગામના હનુમાન ધાર વિસ્તારમાં રહેતો રામાભાઈ ચનાભાઈ ગામી પોતાના ઘરે ચરસનો જથ્થો રાખી વેચાણ કરે છે.
​​​​​​​
બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ૨૭ વર્ષીય ખેતમજૂર રામાભાઈ ચનાભાઈ ઘેલાભાઈ ગામીને ઝડપી લીધો હતો. તેના મકાનની તલાશી લેતાં ૧ કિલો, ૩૬ ગ્રામ અને ૦૪ મિલીગ્રામ ચરસ (કિંમત રૂ. ૨,૫૯,૦૦૧) તથા રૂ. ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે કુલ રૂ. ૨,૬૪,૦૦૧નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application