જામનગરના વેપાર ઉદ્યોગના વીજળી વેરા સહિતના પ્રશ્ર્નોની મુખ્યમંત્રીને રજુઆત

  • August 10, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વેપાર ઉદ્યોગના વીજળી વેરા સહિતના પ્રશ્ર્નોની મુખ્યમંત્રીને રજુઆત

ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોની સીએમ સાથે મહત્વની બેઠક યોજાઇ

તમામ પ્રશ્ર્નોની વહેલી તકે ઉકેલ લાવવા ભુપેન્દ્રભાઇ પટેલે ખાતરી આપી

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઇ અકબરી તથા હોદેદારોની રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મહત્વપુર્ણ બેઠક યોજાઇ હતી જેમાં જામનગરના વેપારી ઉદ્યોગ, વીજળી વેરા સહિતના પ્રશ્ર્નોની રજુઆત કરવામાં આવી હતી. આ પ્રશ્ર્નોનું વહેલી તકે ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. 

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના હોદેદારો દ્વારા ગત તા.૩૦ જુલાઇ, ૨૦૨૬ના રોજ જીસીસીઆઇ ના નેજા હેઠળ ગજુરાતના રીજીયોનલ ચેમ્બરના પ્રતિનિધિઓની ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી સાથે એક વિશેષ અને મહત્વપુર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ બેઠકમાં જામનગર અને આસપાસના વિસ્તારના વેપાર, ઉદ્યોગો અને એમએસએમઇ સેકટરને સ્પર્શતા વિવિધ પ્રશ્ર્નો અને વિકાસલક્ષી બાબતો અંગે વિગતવાર રજુઆતો કરવામાં આવી હતી. જેમાં જીઆઇડીસી ખાતેના પ્લોટ અને શેડ હોલ્ડરો પાસેથી વસુલ કરવામાં આવતી સ્ટેમ્પ ડયુટી બાબત, પીજીવીસીએલના વિવિધ પ્રશ્ર્નો તથા વીજ વપરાશ ચાર્જ બાબત, વ્યવસાય વેરો નાબૂદ કરાવવા બાબત, શિપીંગને સ્પર્શતા પ્રશ્ર્નો અંગે રજુઆત, વ્યાજ ઉપર સબસીડી આપવા બાબત, કોમર્શીયલ ફયુઅલ ચાર્જીસ પીએનજી તથા એલપીજીમાં ભાવ ઘટાડો કરવા બાબત, સિકલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવા બાબત, સરકારની પ્રક્રિયાઓ સરળ કરવા બાબત, વેરા સમાધાન યોજના પ્રસિદ્ધ કરવા બાબત, નવા લેબર કોડથી વેપાર તથા ઉદ્યોગની પડતી મુશ્કેલી બાબતે, મુખ્યમંત્રીએ રજુઆતોને અત્યંત સાનુકળતાપુર્વક સાંભળી હતી અને આ તમામ પ્રશ્ર્નોનો વહેલી તકે યોગ્ય ઉકેલ વાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સુચનાઓ આપવાની ખાતરી આપી હતી. આ બેઠકથી જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઉર્જા મળશે અને આગામી સમયમાં નવા રોકાણોના દ્વાર ખુલશે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી.ઉપરોકત બેઠકમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પ્રમુખ રમણીક પી. અકબરી, ઉપપ્રમુખ અજેશ વી. પટેલ, મંત્રી કૃણાલ વી. શેઠ, તત્કાલીન પુર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા તથા જીસીસીઆઇ નામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application