જામનગર: લાલપુરના લુંટ વિથ મર્ડરમાં આરોપી પાસે ઘટનાનું રીક્નસ્ટ્રકશન
પોલીસની કાર્યવાહી વખતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા
લાલપુરના પારેખ બાગ રોડ પર નિવૃત પીજીવીસીએલના કર્મચારીની લુંટના ઇરાદે ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં પકડાયેલ મુખ્ય આરોપીને ૬ દિવસના રીમાન્ડ પર લઇને સધન તપાસ ચલાવવામાં આવી રહી છે. ગઇકાલે આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવવામાં આવ્યુ હતું, આ વેળાએ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
લાલપુરમાં તાજેતરમાં નિવૃત પીજીવીસીએલના કર્મચારી મનસુખભાઇ વાછાણીની માથાના ભાગે કોઇ હથિયારથી જીવલેણ ઇજા કરીને હત્યા નિપજાવવામાં આવી હતી અને ઘરમાંથી રોકડ સહિતના મુદામાલની લુંટ ચલાવી આરોપી નાશી ગયો હતો, આ અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મકાનમાં કામ કરતી સગીરા અને તેના સાગરીતની સામે શંકા દર્શાવી હતી.
લાલપુરના એએસપી પ્રતિભા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ ડી.સી. ગોહિલ સહિતની ટીમ દ્વારા સધન તપાસ કરીને આરોપી અક્ષય અરવિંદભાઇ મોયડા રહે. મીઠાપુર બક્ષી પંચ સોસાયટી, ધંધો વેઇટરને પુના વિસ્તારમાંથી પકડી લીધો હતો, તેની પાસેથી રોકડા રૂપીયા અને ચાંદીના ચોસા મળી ૧૧.૪૯ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને ૬ દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
દરમ્યાનમાં ગઇકાલે બપોર બાદ સ્થાનીક પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનુું રીક્નસ્ટ્રકશન કરાવવામાં આવ્યુ હતું, આ વેળાએ ગ્રામજનો સહિતના મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બીજી બાજુ આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે દ્વારકાના દરીયામાં ફેંકી દીધેલો થેલો શોધવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ RPFના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ધર્મેન્દ્ર ગુરયાણીની પ્રમોશન સાથે સિકંદરાબાદ બદલી
November 24, 2026 07:31 PMબોલરોની ધોલાઈ કરી, રેકોર્ડ થયા ચકનાચૂર: વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ્સનું રહસ્ય ખોલ્યું
November 24, 2026 06:59 PMટાટા કાર અને SUV ખરીદવી મોંઘી થશે, 1 ડિસેમ્બરથી કિંમતો વધશે
November 24, 2026 06:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
