ગુલાબનગર શાળા નં.૫૯ ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ
ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત, આગ વગેરે જેવી આપત્તિઓમાં કઈ રીતે સલામતી જાળવવી તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
જામનગર ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તી અને આપત્તી વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત શહેરની ગુલાબનગર શાળા નં.૫૯ ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણી માટે વંદે ગુજરાત ચેનલ પર રાજ્યમંત્રી શ્રી પ્રફૂલ પાનસેરિયા અને જી.એસ.ડી.એમ.એ.ના મુખ્ય કારોબારી અધિકારી અનુપમ આનંદ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરાયાં હતા.આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રમાંથી શહેર પ્રાંત અધિકારીપી.બી.પરમાર, ડીઝાસ્ટર મામલદાર, ડીઝાસ્ટર ડીપીઓ તથા શહેર ફાયર વિભાગમાંથી ફાયર ઓફિસર અને ડીઝાસ્ટર પ્રોજક્ટ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આપત્તીઓથી રક્ષણ મેળવવા વિશેની સમજ આપવામાં આવી હતી.
આપત્તી સમયે સાવચેતી અને સલામતી વિશે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આગામી તા.૦૩/૦૨/૨૦૨૪ સુધી તંત્ર દ્વારા અગલ- અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા અલગથી મેગા ઇવેન્ટ માટે ૪૭ શાળાઓમાં અને શહેરની ૧૬ શાળાઓમાં ૧૦૮, ફાયર વિભાગ, આર.ટી.ઓ., તથા રીલાયન્સ અને જી.એસ.એફ.સી જેવી કંપીઓ દ્વારા અગલ - અલગ ડેમોસ્ટ્રેસન પણ યોજવામાં આવશે અને વિદ્યાર્થીઓને કુદરતી આપદાનો સામનો કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech