જામનગર ગ્રામ્ય તાલુકામાં ૮ ગ્રામ ક્લસ્ટરોમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાશે
સેવાસેતુ કાર્યક્રમથી આસપાસના ગામોના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે મળશે
જામનગર તા ૧૪ સપ્ટેમ્બર, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને તેમના ગામના નજીકના સ્થળે સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી ‘સેવાસેતુ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ ક્લસ્ટર પદ્ધતિથી યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય ગામની સાથે આસપાસના સંકળાયેલા ગામોના નાગરિકોને પણ સેવાઓનો લાભ આપવામાં આવશે.
આગામી તા.૨૮ સપ્ટેમ્બરના રોજ નવા મોખાણા ક્લસ્ટર હેઠળના ગામો ખીમલીયા, મોરકંડા, વિભાપર, જુના નાગના, નવા નાગના, હર્ષદપર, દરેડ, ચેલા, ચંગા, ચંદ્રગઢ, ખોજા બેરાજા, બાવરીયા, લોઠિયા
૨૯ સપ્ટેમ્બરના રોજ મોટી બાણુંગાર ક્લસ્ટર હેઠળના ગામો નાની બાણુંગાર, જાંબુડા, રામપર, સચાણા, ખીજડીયા, ખીમરાણા, શેખપાટ, ફલ્લા, ધુંવાવ
૩૦ સપ્ટેમ્બરના રોજ લાવડીયા ક્લસ્ટર હેઠળના ગામો વિજરખી,નાના થાવરીયા, મોટા થાવરીયા, સુવરડા, હાપા, મીયાત્રા, દડીયા, ઠેબા, નારણપર ગામના લોકો સેવાસેતુનો લાભ લઈ શકશે.
તા ૦૧ ઓકટોબરના રોજ યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ હેઠળ અલીયા ક્લસ્ટર હેઠળના ગામો બાડા સૂર્યપરા, બેરજા, મોટા ગંગાજળી, રવાણી ખીજડીયા, ખંભાલિડા મોટોવાસ, ખંભાલિડા નાનોવાસ, ધ્રાંગડા, ચાવડા
૦૩ ઓકટોબરના રોજ લાખાબાવળ ક્લસ્ટર હેઠળના ગામો ચાંપા બેરાજા, વાવ બેરાજા, જીવાપર, સરમત, ગોરધનપર, ખારા બેરજા, દોઢીયા, મસીતીયા, ગાડુકા, કનસુમરા, રાવલસર, નાઘેડી, ઢીચડા
૦૪ ઓકટોબરના રોજ મોટી ખાવડી ક્લસ્ટર હેઠળના ગામો શાપર, રસૂલનગર, વસઇ, આમરા, નાની ખાવડી, બેડ, બાલંભડી, ગાગવા
૦૫ ઓકટોબરના રોજ વરણા ક્લસ્ટર હેઠળના ગામો ધુતારપર, સુમરી ધુતારપર, ખારા વેઢા, વેરતીયા, વિરપર, લાખાણી નાનોવાસ, લાખાણી મોટોવાસ, ધુડશીયા, જામવંથલી, રણજીતપર, ખિલોશ, જગા, મેડી, પસાયા અને તમાચણ ગામના લોકો સેવાસેતુ નો લાભ લઈ ઘર આંગણે સરકારી સુવિધાઓનો લાભ મેળવી શકશે.
તા.૫ ઓક્ટોબરના રોજ મોડપર ક્લસ્ટર હેઠળ નાની માટલી, શંભુનગર, મતવા, પસાયા, હડમતિયા, મોટી ભલસાણ, વાગડીયા, વાણિયાગામ, ચંદ્રાગા, નાઘુના, કોંઝા, મકવાણા, ફાચરિયા અને ઢંઢા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ ક્લસ્ટરોમાં મુખ્ય ગામ ઉપરાંત આસપાસના અનેક સંકળાયેલા ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ ગ્રામજનોને એક જ સ્થળેથી સરકારી સેવાઓનો લાભ મળી શકે.
‘સેવાસેતુ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને તાલુકા કે જિલ્લા કચેરીના વારંવાર ધક્કા ન ખાવા પડે અને તેમના નજીકના સ્થળે જ વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ બને તેવો છે. ક્લસ્ટર આધારિત આયોજનના કારણે મુખ્ય ગામની સાથે જોડાયેલા આસપાસના ગામોના નાગરિકો પણ કાર્યક્રમનો લાભ મેળવી શકશે.
જામનગર ગ્રામ્યના નાગરિકોને પોતાના ક્લસ્ટર માટે નિર્ધારિત તારીખે સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ સેવાઓનો લાભ લેવા જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટમાં વાહનની વિગતો મોકલી સાયબર ગઠિયાઓએ વેપારીના ખાતામાંથી સેરવી લીધા રૂ.8.12 લાખ
September 20, 2026 06:53 PMનીતા અંબાણીએ ગણપતિ બાપ્પાની ડિઝાઈનવાળો હાર પહેર્યો, લીલી સાડીમાં દેખાયો શાહી અંદાજ
September 20, 2026 06:27 PMછઠ્ઠ પુજા- દિવાળીએ ઘરે જવાનું થશે સરળ! રેલ્વે 13 જોડી ખાસ ટ્રેનો ચલાવશે, સંપૂર્ણ યાદી જુઓ
September 20, 2026 06:03 PMયુક્રેને રશિયા પર સૌથી મોટો હુમલો કર્યો, 1,000થી વધુ ડ્રોન વરસાવ્યા, બેના મોત
September 20, 2026 05:52 PMરાજકોટ : અટલ સરોવર નજીક BRTS ટ્રેક પર બર્થડેની ઉજવણી
September 20, 2026 05:36 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
