જામનગર જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓ સુધી ‘વ્હાલી દીકરી’ યોજનાનો લાભ પહોંચાડવા ખાસ ઝુંબેશનું આયોજન
યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ રૂ.૧ લાખ ૧૦ હજારની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે
જામનગર જિલ્લાની વધુમાં વધુ દીકરીઓ સુધી રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી “વ્હાલી દીકરી” યોજનાનો લાભ પહોંચાડવાના હેતુસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે સંબંધિત વિસ્તારની મામલતદારશ્રીની કચેરી તેમજ ગ્રામ્ય/ તાલુકા કક્ષાએથી અરજીફોર્મ મેળવી શકશે. “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત અરજદાર પોતે પણ http://emahilakalyan.guja@a.gov.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાતમાં દીકરીઓના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ છે. આ કટિબદ્ધતાને સાર્થક કરવા, દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા, તેમજ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવા સહિતના ઉદેશોને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯થી “વ્હાલી દિકરી” યોજના અમલમાં મુકવામાં આવી છે.
લાભાર્થીઓ અરજી સાથે લાભાર્થી દીકરીનું જન્મ પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીનું આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન નોધણી પ્રમાણપત્ર, માતા-પિતાનું આધારકાર્ડ, રેશનકાર્ડ ( લાભાર્થી દીકરીનું નામ રેશનકાર્ડમાં હોવું જરૂરી), નિયત નમુના મુજબ સ્વ-ઘોષણા, માતા-પિતા/વાલીનું કુલ વાર્ષિક આવક પ્રમાણપત્ર, નિયત એકરારનામું, લાભાર્થી દિકરી અથવા માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ સહિતના આધાર પુરાવા સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર ખાતે અથવા ગ્રામ પંચાયતોમાં VCE મારફતે રજુ કરાવી શકશે. “વ્હાલી દિકરી” યોજના અંગે વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, JMC કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, બીજો માળ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
