ચાંદખેડા મેડીકલ કોલેજની હોસ્ટેલમાં જામનગરના વિદ્યાર્થીનો આપઘાત

  • March 03, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાંદખેડા મેડીકલ કોલેજની હોસ્ટેલમાં જામનગરના વિદ્યાર્થીનો આપઘાત


ચાંદખેડામાં એસએમએસ હોસ્પીટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો. એમ કે. શાહ મેડીકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા મુળ જામનગરના ૨૬ વર્ષીય વિધાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. રવિવારે સવારે તેનો સાથી મિત્ર આવ્યો તે સમયે જાણ થઇ હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અત્રે મહત્વનું છે કે, એક અઠવાડીયા પહેલા જ તેને એડમિશન લીધુ હતું, મુળ જામનગરનો ૨૬ વર્ષીય ચિંતન પરમાર ચાંદખેડામાં આવેલ એસએમએસ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ડો. એમ. કે. શાહ મેડીકલ કોલેજમાં એમ.એસ. ના પહેલા વર્ષમાં હતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો તેની સાથે પાર્થ પણ તેના રૂ​​​​​​​મમાં રહેતો હતો, શનિવારે ચિંતન અને પાર્થની ડયુટી હોસ્પીટલમાં હતી, ત્યારે મોડી રાત્રે ચિંતન સુવા માટે હોસ્ટેલના રૂ​​​​​​​મમાં ગયો હતો.

જે બાદ પાર્થ સવારે હોસ્ટેલના રૂ​​​​​​​મ પર ગયો તે સમયે દરવાજો ખખડાવ્યો પરંતુ ખોલ્યો ન હતો, જેથી તેને બમારીમાંથી જોયું તો ચિંતને રૂ​​​​​​​મમાં સિલિંગ ફેન પર નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો, જેથી પાર્થ તાત્કાલીક હોસ્પીટલના વોર્ડનને જાણ કરતા હોસ્પીટલમાં લઇ જવાયો હતો આ અંગે ચાંખદેડા પોલીસે ઘટના સ્થળે પહોચીને લાશને પીએમ માટે મોકલી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application