જામનગર: ધ્રોલમાં મોબાઇલના ટાવરમાંથી ૩.૭૦ લાખનાં સાધનોની ચોરી

  • November 06, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલમાં મોબાઇલના ટાવરમાંથી ૩.૭૦ લાખનાં સાધનોની ચોરી

અજાણ્યા શખ્સો સામે ફરીયાદ : પોલીસ દ્વારા કરાતી તપાસ

ધ્રોલમા બેંકની પાછળ દરગાહ પાસેના વોડાફોન કંપનીના ટાવરમાંથી અંદાજે રૂપિયા ૩.૭૦ લાખની કિંમતનાં વિવિધ ટેકનિકલ ઉપકરણોની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આગળ ધપાવી છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને ઇશાન નેસ્ટોલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ રામરૂપ શર્માએ ધ્રોલ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.તેમના જણાવ્યા મુજબ તા. ૪ ના બપોરે સવા એકથી દોઢ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ટાવરની નીચે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા સાધનો ચોરી ગયો હતો.

ચોરાયેલા મુદ્દામાલમાં એએસજી એમ્પ્લિફાયર સ્વિચ્ડ ગેઇન ઇડીએફએની કિંમત રૂપિયા ૨.૭૦ લાખ, ડીસી પાવર ફિલ્ટરની કિંમત રૂપિયા ૪૬ હજાર તથા ઇક્વિપમેન્ટ ક્ધટ્રોલરની કિંમત રૂપિયા ૫૪ હજાર મળી કુલ રૂપિયા ૩.૭૦ લાખનાં સાધનોનો સમાવેશ થાય છે. ધ્રોલ પોલીસે અજાણ્યા તસ્કર સામે ચોરીનો ગુનો નોંધી તપાસ લંબાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application