કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા કાજલબેન ભાવેશભાઈ ખીમાણંદભાઈ ગોજીયા નામના ૨૩ વર્ષના પરિણીત મહિલાએ ગઈકાલે ગુરુવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક કાજલબેનને તેના સાસુ ઘરકામ બાબતે સંભળામણી કરતા હોય, જે બાબત તેણીથી સહન ન થતા ગુસ્સામાં આવીને તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગે કલ્યાણપુર પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ દ્વારકા સર્કલના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.