જામ્યુકો, જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

  • June 06, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામ્યુકો, જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો


જામનગરમાં ૮૦૦૦૦ વૃક્ષોનું કરાશે વાવેતર: ભીમા વૂડસ, સમર્પણ સર્કલ પાસે, દ્વારકા નેસ રોડ, જેએમસી કોન્ટ્રીબ્યુશન લેન્ડ રેવન્યુ સર્વે નં.૪૩/૧,જામનગર ખાતે  મેયર મોનિકાબેન વ્યાસના  હસ્તે સવાર ૯,૦૦ કલાકે વૃક્ષારોપણ કરાયુ


જામનગર મહાનગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાર્ડન રીઝર્વ પ્લોટ (૧) અન્નપુર્ણા ચોકડીથી હાપા માર્કેટિંગ યાર્ડ તરફ જતા રામ મંદિર પાસે ટી.પી.સ્કીમ નં.૨, એફ.પી.નં.૭૩ (૨) અન્નપુર્ણા ચોકડીથી હાપા માર્કેટિંગ યાર્ડ તરફ જતા રામ મંદિર પાસે ટી.પી.સ્કીમ નં.૨, એફ.પી.નં.૭૮ (૩) અન્નપુર્ણા ચોકડી પાસે આવેલ જ્ઞાનગંગા સ્કૂલ પાસે પાસે ટી.પી. સ્કીમ નં.૨, એફ.પી.નં.૮૨ (૪) ખીજડીયા પંપ હાઉસ (૫) સરદાર સ્મૃતિવન ઉત્કર્ષ પબ્લિક સ્કૂલ પાસે જેએમસી કોન્ટ્રીબ્યુશન લેન્ડ સર્વે નં. ૯૪૨નું નિર્માણ કરેલ છે.


જેમાં રસ્તાઓ, જોગીંગ ટ્રેક અને જોગીંગ ટ્રેકની બંને બાજુ કીંગ,ફેન્સીંગ, વનકુટીર,બાળકીડાંગણનું આયોજન સાથે કુલ ૫૦,૦૦૦/- વૃક્ષોનું વાવેતર કરેલ જામનગર મહાનગરપાલિકા અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સદભાવના વૃધાશ્રમ )એન.જી.ઓ. પાસે સર્વે નં.૪૭ (નવા) ૬/૧ માં સરદાર સ્મૃતિવન તરીકે ડેવલોપ કરી કુલ ૨૦,૦૦૦/- વૃક્ષોનું વાવેતર કરેલ છે તથા આગામી સમયમાં કોન્ટ્રીબ્યુશન લેન્ડ (૧) ભીમા વૂડ પાછળ જે.એમ.સી. કોન્ટ્રીબ્યુશન લેન્ડ સર્વે નં.૪૩/૫ (૨) (૨) દરેડ યુનિટી" જે.એમ.સી. કોન્ટ્રીબ્યુશન લેન્ડ સર્વે નં.૯૧૭/૧/૨/૩/૪ (૩) ભીમા વૂડ જે.એમ.સી. કોન્ટ્રીબ્યુશન લેન્ડ ૪૨ પૈકી ૧ માં અંદાજીત ૮૦,૦૦૦/- વૃક્ષોનું વાવેતરનું આયોજન કરેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર વૃક્ષ વાવીએ પર્યાવરણનું જતન કરીએ જે અન્વયે એક પેડ માકે નામ ૨.૦ પ્રોગ્રામ અન્વયે વોર્ડ નં. ૦૧થી ૧૬માં રોડની સાઈડમાં તથા ડિવાઈડરમાં એમ કુલ મળીને અંદાજે ૩૫,૦૦૦/- વૃક્ષોનું વાવેતર કરેલ છે.


જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર વિસ્તારની જુદી-જુદી કોન્ટ્રીબ્યુશન લેન્ડ (૧)પટેલવાડી વિભાપર ટી.પી.સ્કીમ નં. ૩/એ,એફ.પી.નં.૬૬, (૨)હાપા લાલવાડી આવાસ પાસે વિભાપર ટી.પી. સ્કીમ નં.૫,એફ.પી.નં.૨૦/એ, (૩)વિભાપર ટી.પી. સ્કીમ નં.૫, એફ.પી.નં.૨૮/એ.(૪) જે.એમ.સી. કોન્ટ્રીબ્યુશન લેન્ડ સર્વે નં.૭૪૯/૩ માં વૃક્ષોના વાવેતરનું આયોજન છે.


આ કાર્યક્રમમા મંત્રી રિવાબા જાડેજા, સાંસદ  પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કલેકટર પી.બી.પંડ્યા, કમિશનર દીપેશ કેડિઆ જીલ્લા વિકાસ અધિકારી નિશા મેડમ, શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી,ડે.મેયર રાકેશભાઈ ડેર,ચેરમેન સ્ટે.કમિટી ધીરનકુમાર મોનાણી, શાસકપક્ષ નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા. ડે.કમિશનર ડી.એ.ઝાલા આસી.કમિશનર અને સીટી ઈજનેર બી.એન.જાની .આસી.કિંમશનર એમ.બી.વરણવા, આસી.કમિશનર જીગ્નેશ નિર્મલ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મહામંત્રી મૃગેશભાઈ દવે તથા મ્યુ.સભ્યઓ રીધ્ધીશભાઈ ડેર, હેતલબેન અમેથીયા, રાજેશભાઈ યાદવ, નિશાબેન અસ્વાર, મીથીલભાઈ માડમ,જશુબા ઝાલા, રાજેશભાઈ કરમુર, દીપકસિંહ ચૌહાણ સંગીતાબેન ગુઢકા, યોગેશભાઈ કણઝારીયા, મિલનભાઈ સભાયા,દર્શનભાઈ શેઠ હેતલબેન નકુમ, નિર્મળાબેન વિસોરીયા,  પ્રકાશભાઈ રાઠોડ, ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખરા, રીટાબેન જોટંગીયા,શમીલાબેન નંદા,  સુરેશભાઈ કટારમલ (આલરીયા) તેમજ જામનગર મહાનગરપાલિકા, જીલ્લા વહીવટી તંત્ર તથા વનવિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.આ સ્થળે મહાનુભાવોના વરદ હસ્તે ૧૫૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વોર્ડ નં. ૦૧ થી ૧૬માં દરેક વોર્ડમાં રોપાઓનું વિતરણ લગત વોર્ડના સભ્યઓ મારફતે વિનામૂલ્યે કરવામાં આવ્યુ હતું.

આ સમગ્ર કાર્યક્રમ કમિશનર  દીપેશ કેડીઆની સુચના અન્વયે ડે. કમિશનર ડી.એ.ઝાલા, આસી.કમિશનર અને સીટી ઈજનેર બી.એન.જાની તથા કાર્યપાલક ઈજનેર નીતિન દીક્ષિત અને ગાર્ડન શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application