જામનગર: ફલ્લા ગામમાં બુલેટે બાઇકને ઠોકર મારતા યુવાનને ગંભીર ઇજા

  • June 15, 2026 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ફલ્લા ગામમાં બુલેટે બાઇકને ઠોકર મારતા યુવાનને ગંભીર ઇજા

જામનગર એસટી બસ સ્ટેશનમાં મહિલાને હડફેટે લીધાની ચાલક સામે રાવ

ફલ્લામાં બુલેટચાલકે બાઇકને હડફેટે લેતા એક યુવાનને આંખમાં ગંભીર ઇજા અને હેમરેજ થયુ હતું, જયારે જામનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે બસચાલકે બેદરકારીથી ચલાવીને મહિલાને ઇજા પહોચાડી હતી.

જામનગરના ફલ્લા ગામમાં રહેતા હિતેશ રમેશભાઇ બોડા (ઉ.વ.૪૦) પોતાના કાકાનું સ્પ્લેન્ડર નં. જીજે૧૦બીએચ-૫૧૮૦ લઇને ચીકુડી વાડીથી થોડે આગળ ફલ્લા તરફ જતા હતા ત્યારે સામેથી બુલેટ નંબર જીજે૧૦ઇઇ-૯૫૯૪ના ચાલકે રોન્ગસાઇડમાં બેદરકારીથી ચલાવી ફરીયાદીની બાઇક સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીને માથાના ભાગે હેમરેજ અને આંખમાં ગંભીર ઇજા થતા આંખ ફુટી ગઇ હતી અને મોઢાના ભાગે પણ ઇજા પહોચી હતી. હિતેશભાઇ દ્વારા બુલેટચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.

બીજા બનાવમાં રાજકોટના મોચીનગર શિતલપાર્કમાં રહેતા મંજુલાબેન રમેશભાઇ લાઠીયા (ઉ.વ.૬૮) નામના મહિલા ગત તા. ૧૩ના રોજ પોતાના ઘરે જવા માટે જામનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે ઉભા હતા ત્યારે ખંભાળીયા અમદાવાદની બસ નં. જીજે૧૮ઝેડટી-૩૩૬૪ના ચાલકે બેદરકારીથી ચલાવીને ફરીયાદીને ઠોકર મારી પછાડી દેતા શરીરે ઇજા પહોચી હતી મંજુલાબેન દ્વારા એસટી બસના ચાલક સામે ફરીયાદ કરી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application