જામનગર મહાનગરપાલિકાની તપાસમાં ફાયર એન.ઓ.સી. અને બી.યૂ. પરમિશનના અભાવે વધુ બે હાઇવે હોટલો સીલ

  • May 05, 2026 12:49 PM 

જામનગર મહાનગરપાલિકાની તપાસમાં ફાયર એન.ઓ.સી. અને બી.યૂ. પરમિશનના અભાવે વધુ બે હાઇવે હોટલો સીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ ઉપયોગ પરમિશનની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી વધુ બે હાઇવે હોટલો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, ઠેબા ચોકડી નજીક આવેલ જામનગરી રેસ્ટોરન્ટ પાસે જરૂરી બી.યૂ. પરમિશન અને ફાયર એન.ઓ.સી. ન હોવાને કારણે તેને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત, કાલાવડ રોડ પર ઠેબા ચોકડી નજીક આવેલ શિવ રેસ્ટોરન્ટ સામે પણ સમાન કારણોસર સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેર તથા હાઇવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સની તપાસ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં ફાયર સેફ્ટી નિયમો અને બિલ્ડિંગ ઉપયોગ સંબંધિત મંજૂરીઓનું પાલન થાય છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવી રહી છે.


મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application