આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર અને રાજકોટના મહેમાન બન્યા છે, સાથે જ તેઓ આજે ગુજરાતવાસીઓને કરોડોના વિકાર કામોની ભેટ આપવાના છે. ગતરાત્રે જ તેઓ જામનગર પહોચ્યા હતા, ત્યાં રોડ શો બાદ હવે આજે સવારે તેઓએ બેટ દ્વારકાના પૌરાણિક મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.
દ્વારકા જતા શ્રદ્ધાળુઓ દ્વારા એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામ્બવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે.
બેટ દ્વારકા શંખોદ્ધારતીર્થમાં રણછોડરાયજીની મૂર્તિસ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે. પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં જ લક્ષ્મીજી, સત્યભામા અને જાંબુવતીનાં મંદિરો પણ અલગથી બનાવવામાં આવ્યાં. ચોમાસામાં દરેક અગિયારશે ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે. મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય બે પટરાણીઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં એક દિવસ લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે. બેટ દ્વારકામાં જ આ શંખ તળાવ આવેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધ કર્યો હોવાની માન્યતા છે. શંખ તળાવના કિનારે શંખ નારાયણનું મંદિર આવેલું છે.
બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ ત્રણેક કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે, જે હનુમાનદાંડી મંદિર તરીકે ઓળખાય છે. આ સ્થળે ભાવિકા રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે. આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાનદાંડીની પૈરાણિક માન્યતા છે.
વડાપ્રધાન આજે ગુજરાતમાં રૂ. 52,250 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, માર્ગ, રેલવે, ઉર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. PM આજે રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરી એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM નરેન્દ્ર મોદી નવી મુંદ્રા-પાનીપત પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ રાજકોટ-ઓખા, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલ વિદ્યુતીકરણ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech