જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકા હસ્તકના ગામોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે

  • August 10, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકા હસ્તકના ગામોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે

વિરમગામ નજીક સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા નર્મદા આધારિત યોજનાને અસર

જામનગર તા.૧૦ ઓગસ્ટ,ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકાના હસ્તકની પાણી પુરવઠા યોજના નર્મદા પાઈપલાઈન આધારિત હોય જેનું મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુરેન્દ્રનગર ઢાંકી ખાતે આવેલ છે. જે પમ્પિંગ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફત પાણી લેવામાં આવે છે. તે બ્રાન્ચ કેનાલમાં વિરમગામ પાસે ભંગાણ થયેલ હોવાથી ઉપરોક્ત તાલુકા હસ્તકના ગામોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત્ શરૂ કરવામાં આવશે.

ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને લગતી પીવાના પાણીની સમસ્યા માટે ટોલ ફ્રી નંબર 1916 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application