જામનગર: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી જેલ હવાલે કરાયો

  • June 13, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી જેલ હવાલે કરાયો

ધ્રોલની કોર્ટ દ્વારા સજા ફરમાવ્યા બાદ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ધ્રોલ પોલીસે સફળ કામગીરી હાથ ધરી હતી. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તથા જામ ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાદાંના માર્ગદર્શન મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ જામનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ક્રિમિનલ કેસ માં આરોપી ઇમરાનભાઈ અલ્તાફભાઈ પઠાણ, રહે. કે.જી.એન. સોસાયટી, રજવી સોસાયટી પાછળ, ધ્રોલને કેદની સજા ફરમાવવામાં આવી હતી. સજા બાદ આરોપી નાસ્તો ફરતો હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​
આ દરમિયાન ધ્રોલ પોલીસના હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વાડોલિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application