દ્વારકાના ઘડી કંપનીમાંથી થયેલ કોપર-એલ્યુમિનિયમ વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો

  • August 10, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના ઘડી કંપનીમાંથી થયેલ કોપર-એલ્યુમિનિયમ વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો

એલસીબી દ્વારા ૫.૨૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘડી કંપનીના પ્રોજેક્ટ સ્ટોરમાંથી આશરે ૬૦૦ કિલો કોપર અને એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર (કિંમત રૂ. ૩,૦૬,૦૦૦)ની ચોરી અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્*ઋક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઇ પિંડારીયાને ચોક્કસ બાતમી મળી હતી કે સની મુકેશ સોલંકી અને પિન્ટુ ભીખાભાઇ કાંજ તેમના સાગરીતો સાથે મળી ચોરી કરેલ કેબલ વાયર અશોક લેલન દોસ્ત વાહનમાં (જીજે-૩૬-ટી-૯૩૫૭) ભરીને પોરબંદર-દ્વારકા રોડ, કુરંગા ઓવરબ્રિજ થઇ ખાવડી તરફ નીકળવાના છે. આ બાતમીના આધારે પી.એસ.આઇ. બી.એમ. દેવમુરારી અને ટીમ દ્વારા વોચ ગોઠવીને બંને ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ૨૧૦ કિલો કોપર વાયર (રૂ. ૨,૫૨,૦૦૦), ૧૬૦ કિલો એલ્યુમિનિયમ વાયર (રૂ. ૪૮,૦૦૦), ૨૧૦ કિલો કેબલ વાયરના કવર (રૂ. ૪,૨૦૦), લોખંડની તણી, વાયર કાપવાનું કટર, ૨ મોબાઇલ ફોન તથા ચોરીમાં વપરાયેલ દોસ્ત વાહન સહિત કુલ રૂ. ૫,૨૪,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલા આરોપીઓમાં સની મુકેશભાઇ સોલંકી (ઉં.વ. ૨૩, રહે. નાની ખાવડી, જામનગર) અને પિન્ટુ ભીખાભાઇ કાંજ (ઉં.વ. ૨૯, રહે. ખંભાળીયા, મૂળ રહે. જામનગર)નો સમાવેશ થાય છે. આ શખ્સો રાત્રીના સમયે કંપનીની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કરી તણી અને કટર વડે વાયર કાપીને ચોરીને અંજામ આપતા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application