જામનગર : ૮૩ લાખના ડ્રગ્સ પ્રકરણનો એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર

  • February 09, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની એસઓજી શાખા દ્વારા મોટી ખાવડી વિસ્તારમાં એક હોટલમાંથી ૮૩ લાખની કિંમતના હેરોઈનના જથ્થા સાથે પંજાબના વતની એવા ચાર શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને મેઘપર પડાણા પોલીસ મથકમાં સુપ્રત કર્યા હતા, જે પૈકીનો એક આરોપી પોલીસ મથકમાંથી ભાગી છુટતાં સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ધંધે લાગ્યું છે, અને ચો તરફ નાકાબંધી કરાઇ છે. જયારે અન્ય ૩ આરોપીને રીમાન્ડ પર લઇને સધન પુછતાછ ચલાવવામાં આવી રહી છે.


જામનગર એસઓજીની ટુકડીએ મોટી ખાવડીમાં આવેલી હોટલ ૬૬૬માંથી  બાતમીના આધારે દરોડો પાડીને ૮૩ લાખની કિંમતના હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલા ચાર આરોપીઓ પૈકીના વિશાલસિંઘ જસવીરસિંઘ મટુને મેઘપર પોલીસ મથકમાં સુપ્રત કરવામાં આવ્યો હતો, 

અને પોલીસ પહેરા હેઠળ રખાયો હતો, દરમિયાન શનિવારે સાંજે પોલીસને ચકમો આપીને મેઘપર પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો હતો, જેથી ભારે દોડધામ થઈ હતી.


 જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીને જાણ થતાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી, અને એલસીબી, એસઓજી, મેઘપર પોલીસ તથા જિલ્લાની અન્ય પોલીસ ટુકડી આરોપીને પકડવા માટે સમગ્ર વિસ્તારને ખુદી રહી છે. આરોપી મેઘપરની મજૂરોની વસાહત આસપાસ ભાગ્યો હોવાનું અનુમાન કરીને સમગ્ર વસાહતો ની ફરતે પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે, અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.


 ઉપરાંત જિલ્લા બહાર નીકળતા તમામ વાહન ચેક કરવામાં આવી રહ્યા છે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, તથા અન્ય ખાનગી વાહનોના પિકઅપ પોઇન્ટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જયારે હરપ્રીતસિંધ મજવી, બિક્રમજીતસિંઘ મજવી અને જગદીપસિંઘ ઉર્ફે જગી ખેહરા નામના શખ્સોને કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ પર લઇને પુછપરછ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં સપ્લાયરની શોધખોળ માટે એક ટીમ લાગી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application