જામનગર : બેડી વિસ્તારમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન પર હુમલો

  • January 19, 2026 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખીને એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેમની પત્ની અને બહેનને પણ પથ્થર વડે માર માર્યો હતો તથા ધમકી આપી ઘરના દરવાજામાં તોડફોડ કરી હતી, આ બનાવ અંગે ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે. 


જામનગરના બેડેશ્ર્વર વિસ્તાર ગરીબનગરમાં રહેતા ફરીદ મામદભાઇ બુચડ (ઉ.વ.૩૨) નામના યુવાને આશરે દોઢેક વર્ષ પહેલા આરોપીના પરિવારની યુવતિ સાથે લવ મેરેજ કરેલ હોય જે બાબતનો ખાર રાખીને ગઇકાલે ફરીયાદી યુવાન ઢીચડા રીંગ રોડ, ગરીબનગર વિસ્તારમાં હાજર હતો ત્યારે એક આરોપીએ ત્યાં જઇને ટોમી વડે અને છરીથી હુમલો કરી ઇજા પહોચાડી હતી અને મારી નાખવાની ધમકી દઇ જતો રહયો હતો.


ત્યારબાદ થોડીવારમાં ફરીયાદીના ઘર પાસે ચારેય આરોપીઓ ધોકા વડે ઘસી આવ્યા હતા અને ઘરના દરવાજામાં પાઇપ માર્યા હતા તેમજ ફરીયાદીની પત્ની મરજીનાબેનને પેટના ભાગે પથ્થરનો ઘા મારી મુંઢ ઇજા પહોચાડી હતી. ઉપરાંત પથ્થરનો એક ઘા ફરીયાદીના બહેન નશીમાબેનને આંખની નીચેના ભાગે મારી મુંઢ ઇજા કરી હતી તેમજ ફરીયાદીના પત્નીને પણ એક આરોપીએ મારી નાખવાની ધમકી દીધી હતી.


આ બનાવ અંગે ફરીદભાઇ બુચડ દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અકરમ ઉર્ફે જહાંગીર અ.શરીફ કકકલ, અબ્દુલ શરીફ કકકલ તથા ફા‚ક ચાવડા અને જાહીર અબ્દુલ ચૌહાણની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. 
​​​​​​​

અન્ય બનાવમાં સોનાપુરી પાસે રહેતા અલ્તાફ મુસાભાઇ ગંઢાર (ઉ.વ.૩૨) નામના યુવાન અને તેમનો ભાઇ મુસ્તાક બંને પોતાની એકટીવા લઇને બે દિવસ પહેલા નાગનાથ ગેઇટ પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીએ ત્યાં આવી બોલાચાલી કરી લાકડી વડે ફરીયાદીને પેટ, હાથ, કોણીના ભાગે માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી, આ અંગે અલ્તાફભાઇએ સીટી-બી ડીવીઝનમાં વાઘેરવાડામાં રહેતા અસગર અનવર ભાયાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application