સરકારી જિલ્લા પુસ્તકાલય જામનગર ખાતે 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજાયો

  • August 10, 2026 05:45 PM 

સરકારી જિલ્લા પુસ્તકાલય જામનગર ખાતે 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજાયો

જામનગર તા.૧૦ ઓગસ્ટ, સરકારી જિલ્લા પુસ્તકાલય, જામનગર ખાતે "યુવા સંવાદ" કાર્યક્રમનું આયોજન જાણીતા વક્તા ડૉ. મનોજ જોશીની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. તેઓએ યુવાઓને જીવનમૂલ્યો, વ્યક્તિત્વ વિકાસ, વાંચન સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા વિષે પ્રેરણાદાયી માર્ગદર્શન તથા પોતાના પ્રેરક વિચારો, કાવ્યપંક્તિઓ અને જીવનાનુભવો દ્વારા ઉપસ્થિત યુવાઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ, સકારાત્મક વિચારસરણી તથા આત્મવિશ્વાસ વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોજાયેલ પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
​​​​​​​કાર્યક્રમમાં પુસ્તકાલયના અધિકારીઓ અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાચકો, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application