દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘બ્લેકઆઉટ’

  • May 08, 2025 10:05 AM 

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અંધારપટ: નાગરિકોએ સ્વયંભૂ લાઈટો બંધ કરી દાખવી શિસ્તતા


સમગ્ર દેશભરમાં જ્યારે ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ (અંધારપટ) નો અભ્યાસ કરવામાં આવ્યો હતો.  ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રીના રાત્રીના ૦૮.૦૦ થી ૦૮.૩૦ કલાક સુધી એમ અડધો કલાક સુધી અંધારપટ પાળી સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ અર્થે ઉઠાવેલ આ કદમમાં નાગરિકોએ શિસ્તતા સ્વયંભૂ રીતે લાઈટો બંધ કરી સહકાર આપ્યો હતો.


અત્રે ઉલ્લેખનિય છે કે, હવાઈ હુમલા (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો વિકટ સ્થિતિમાં કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રીલનો હેતુ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાનો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોએ જાગૃતતા કેળવી સંપૂર્ણ સમર્થન આપી મોકડ્રિલને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application