BREAKING NEWS

રીલ્સના જમાનામાં પણ ‘ધુરંધર ૨’નો દબદબો

  • June 27, 2026 08:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ સ્ટારર એક્શન-થ્રિલર ફિલ્મ ધુરંધર ૨ એ આજે સિનેમાઘરોમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ૧૯ માર્ચના રોજ રીલીઝ થયેલી આ ફિલ્મે થિયેટરોમાં સફળતાપૂર્વક પોતાના ૧૦૦ દિવસ પૂર્ણ કરી લીધા છે. સોશિયલ મીડિયા અને રીલ્સના આ દોરમાં જ્યાં ફિલ્મો અઠવાડિયામાં જ થિયેટરોમાંથી ગાયબ થઈ જાય છે, ત્યારે ડાયરેક્ટર આદિત્ય ધરની આ ફિલ્મે ૧૦૦ દિવસ ટકી રહીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.

ફિલ્મ પ્રોડક્શન હાઉસ 'જિયો સ્ટુડિયોઝ'ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શુક્રવારે આ ખુશખબર શેર કરતા લખવામાં આવ્યું, "થિયેટર્સમાં 'હૌસલા ઇંધન બદલા'ની ગૂંજને ૧૦૦ દિવસ પૂરા થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર ૨’ એ કમાણીના મામલામાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે:ધુરંધર ૧ (વર્લ્ડવાઈડ કલેક્શન): ૧,૩૦૭.૩૫ કરોડધુરંધર ૨ (વર્લ્ડવાઈડ કલેક્શન): ૧,૮૧૩.૩૮ કરોડ * ભારતમાં કલેક્શન (પાર્ટ ૨): ૮૪૦.૨૦ કરોડ થયું છે.ફ્રેન્ચાઈઝીનો પ્રથમ ભાગ ૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ આવ્યો હતો અને તેનો આ બીજો ભાગ આ જ વર્ષે ૧૯ માર્ચે રિલીઝ થયો હતો, જેણે તેના પહેલા ભાગ કરતા પણ ઘણો મોટો આંકડો પાર કર્યો છે.આ ફિલ્મની વાર્તામાં દર્શકોને હચમચાવી મૂકે તેવો રોમાંચ જોવા મળ્યો છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કેવી રીતે પહેલા ભાગમાં રહેમાન ડકેત (અક્ષય ખન્ના)ના મોત બાદ પાકિસ્તાનના કરાચીની 'લિયારી ગેંગ'ની દુનિયામાં હમઝા અલી મઝારી (રણવીર સિંહ)નો ઉદય થાય છે. વાર્તામાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે પાકિસ્તાનમાં ગુપ્ત ઓપરેશન પર કામ કરી રહેલા ભારતીય એજન્ટ જસકીરત સિંહ રંગી જ પોતે હમઝા અલી મઝારી બન્યા છે.આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને દાનિશ પંડોર જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનું અનસેન્સર્ડ (અનકટ) વર્ઝન 'ધુરંધર: રો એન્ડ અનદેખા' અને તેની સિક્વલ 'રો એન્ડ અનદેખા – ધ રિવિંજ' હાલમાં નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યું છે, જેને દર્શકો તરફથી ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application