BREAKING NEWS

'જન નાયકન'ની ઓટીટી રિલીઝ થશે, હમણાં માત્ર તમિલમાં જ

  • August 18, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિળનાડુના સીએમ વિજય વિતેલા 7 મહિનાથી ફિલ્મ 'જન નાયકન'ને લઈને ચર્ચામાં હતા. તેમની આ ફિલ્મને સીબીએફસી બોર્ડ તરફથી સર્ટિફિકેટ નહોતું મળી રહ્યું. મામલો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો છતાં તેની રિલીઝમાં વિલંબ થયો હતો. આવી સ્થિતિમાં ફિલ્મ જ્યારે થિયેટરોમાં આવી ત્યારે તેણે રેકોર્ડબ્રેક કમાણી કરી. આ સાથે જ હવે ફિલ્મની થિયેટર બાદ ઓટીટી રિલીઝની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેની તારીખ જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે અને ચાહકો માટે માઠા સમાચાર પણ છે. થલાપતિ વિજયની ફિલ્મ 'જન નાયકન'ની ઓટીટી રિલીઝની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ઓટીટી પ્લેટફોર્મ ઝીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મને ઝી5 પર જોઈ શકાશે. તેને 21 ઓગસ્ટના રોજ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે.
હકીકતમાં, સીએમ વિજયની ફિલ્મ 'જન નાયકન'ની ઓટીટી રિલીઝની જાહેરાત એક ટ્વિસ્ટ સાથે કરવામાં આવી છે, જે હાલ પૂરતી ચાહકો માટે માઠા સમાચાર બની શકે છે. આ ફિલ્મને અત્યારે માત્ર તમિળ ભાષામાં જ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બાકીની ભાષાઓમાં આ ફિલ્મ બાદમાં રિલીઝ કરવામાં આવશે. વિજયની ફેન ફોલોઇંગ કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઉત્તર ભારતમાં ઘણી વધારે છે. હિન્દીના દર્શકો ઓટીટી પર તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આથી બાકીના દર્શકોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે. જોકે, જો તમે અંગ્રેજી સબટાઇટલ સાથે જોવા માંગતા હોવ તો જોઈ શકો છો.
તમિળ ફિલ્મ 'જન નાયકન'ના બોક્સ ઓફિસ પરના પ્રદર્શન અંગે વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્ડવાઇડ 322.56 કરોડનું કલેક્શન કર્યું હતું. તેમજ તેનું ઇન્ડિયા નેટ કલેક્શન 196.68 કરોડ અને ઓવરસીઝમાં 93.50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો એવો દેખાવ કર્યો અને ઘણા રેકોર્ડ પણ તોડ્યા, પરંતુ બજેટની દ્રષ્ટિએ આ ફિલ્મ ફ્લોપ રહી. ફિલ્મનું બજેટ 350 કરોડ હતું, જ્યારે તેનું વર્લ્ડવાઇડ કલેક્શન 322.56 કરોડ રહ્યું. આ ફિલ્મ વર્લ્ડવાઇડ કે નેટ કલેક્શન એમ બંનેમાંથી કોઈ રીતે બજેટ વસૂલ કરી શકી નહીં. આથી કમર્શિયલી રીતે તેને ફ્લોપ કહેવી ખોટી નહીં ગણાય.
ફિલ્મ 'જન નાયકન' વિશે વાત કરીએ તો તેમાં સીએમ વિજય મુખ્ય ભૂમિકામાં છે અને તેઓ એકલા જ ભ્રષ્ટાચાર સામે લડતા અને જનતાની સેવા કરતા જોવા મળે છે. ફિલ્મમાં એક્શનની સાથે રોમાન્સ પણ જોવા મળે છે. ફિલ્મમાં વિજયની સામે પૂજા હેગડે પણ મહત્વની ભૂમિકામાં છે, જ્યારે વિલનની ભૂમિકામાં એક્ટર બોબી દેઓલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application