BREAKING NEWS

પરમાણુ પરીક્ષણોના ધમાકાથી ૧૭ વર્ષમાં ૧,૩૯૯ ભૂકંપ નોંધાયા

  • September 21, 2026 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર કોરિયાના ભૂગર્ભ પરમાણુ પરીક્ષણોની અસર વર્ષેા બાદ પણ જમીનની અંદર જોવા મળી રહી છે. સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક નવા અભ્યાસ અનુસાર, ઉત્તર કોરિયાના મુખ્ય પરમાણુ પરીક્ષણ સ્થળ માઉન્ટ મંતાપની આસપાસ વર્ષ ૨૦૦૮થી ૨૦૨૫ દરમિયાન ૧,૩૯૯ સ્થાનિક ભૂકપં નોંધાયા છે.
આમાંથી મોટાભાગના ભૂકપં નાના હતા અને તેમની ઐંડાઈ આશરે એક કિલોમીટર સુધીની હતી. વૈજ્ઞાનિકોના મતે, વારંવાર કરવામાં આવેલા પરમાણુ વિસ્ફોટોથી પહાડની અંદર રહેલી તિરાડો અને જૂની ભ્રશં રેખાઓ પર દબાણમાં ફેરફાર થયો છે. તેના કારણે લગભગ ૨,૦૦૦ વર્ષથી શાંત રહેલી ભૂકંપીય પ્રવૃત્તિ ફરી સક્રિય થઈ હોવાની શકયતા છે.
ઉત્તર કોરિયાએ ૨૦૦૬થી ૨૦૧૭ દરમિયાન પુન્ગ્યે–રી પરમાણુ પરીક્ષણ સ્થળે કુલ છ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. સૌથી મોટું પરીક્ષણ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું હતું. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ, આ પરીક્ષણ સાથે ૬.૩ની તીવ્રતાની સમકક્ષ ભૂકંપીય ઘટના નોંધાઈ હતી.
અભ્યાસમાં જણાવ્યા મુજબ, ૨૦૧૭ના પરીક્ષણ બાદ ભૂકંપીય પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સતત પરમાણુ વિસ્ફોટોથી આસપાસની ચટ્ટાનોને નુકસાન થયું અને જમીનની અંદરના તણાવનું સંતુલન બદલાયું.વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, પરમાણુ વિસ્ફોટોથી આસપાસની ચટ્ટાનોને નુકસાન થયું અને જમીનની અંદર રહેલા તણાવમાં ફેરફાર થયો. અગાઉથી રહેલી ભ્રશં રેખાઓ પણ ધીમે–ધીમે સક્રિય થઈ શકે છે.
અભ્યાસમાં સંશોધકોનું કહેવું છે કે આ ભૂકંપીય ગતિવિધિ સામાન્ય પરમાણુ પરીક્ષણ બાદ થોડા સમય માટે જોવા મળતી આટરશોક જેવી ઘટના કરતાં અલગ છે, કારણ કે અહીં વર્ષેા સુધી ભૂકંપીય પ્રવૃત્તિ ચાલુ રહી હતી.
સંશોધકોએ દક્ષિણ કોરિયા અને ઉત્તર–પૂર્વ ચીનના ભૂકંપીય કેન્દ્રોના ૧૭ વર્ષના ડેટાનું વિશ્લેષણ કયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application