રાજકોટ ફ્લાઇંગ સ્કોડની ટીમે કુછડી સીમતળ અને દહીદ્રા ગામે દરોડા કરી કુલ ૨૦ કટિંગ ચકરડી મશીન, ૬ ટ્રેક્ટર, ૧ જેસીબી અને ૩ ડમ્પર મળી કુલ રૂપિયા ૧.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ બનાવમાં મદદનિશ નિયામક, ફલાઇંગ સ્કોર્ડ, અંકિત ભટ્ટની સૂચના મુજબ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ આકસ્મિક રીતે ગેરકાયદેસર ખનિજ ખનન/વહન સ્થાન તપાસ અર્થે જિ.તા. પોરબંદર, મોજે કુછડી સીમતળ લાગુ દરિયાઈ પટ્ટી વિસ્તારોમા તપાસ કરતા આ ગામના અલગ અલગ વક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનિજ ખોદકામ કરતા પકડાયેલ હતા, જેમાં તપાસ ટીમ દ્વારા ખનીજ નિયમો અનુસાર આ ગેરકાયદેસર ખનિજ ખોદકામમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રીઓ તેમજ મશીનરીઓમાં ૨૦- કટિંગ ચકરડી મશીનો, અને ૬ ટ્રેક્ટરને સીઝ કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશન જાવર - પોરબંદર ખાતે કસ્ટડી સોંપવામાં આવ્યા હતા. આ પકડાયેલ તમામ મુદ્દા - માલ મળીને અંદાજિત કુલ કિંમત રૂપિયા ૮૫ લાખનો મુદ્દામાલ જપ્તે કરેલ છે, અને સદરહું કસૂરદારો વિરુદ્ધ ખનિજ નિયમો અનુસારની આગળની તપાસ કામગીરીઓ હાથ ધરવામાં આવશે. બીજા બનાવમાં, બોટાદ અને અમરેલી જિલ્લામાં લાગુ અલગ અલગ સિમાડા વિસ્તારો અમરેલી, લાઠી તાલુકાના દહીદ્રા ગામે વિસ્તારોમાં ખનિજ ચેકીંગ કામગીરીમાં ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ/હાર્ડ મુરમ ખનિજ ખોદકામ કરતા ૧ જેસીબી મશીન અને અલગ અલગ ૩ ટ્રક અને ડમ્પર પકડાયેલ હતા, જેને તપાસ ટીમ દ્વારા ખનીજ નિયમો અનુસાર સીઝ કરી નજીકમાં આવેલ મંજૂર ખનિજ સ્ટોક રજીસ્ટ્રેશન વિસ્તાર શ્રી ગાયત્રી ક્વોરી વર્કસ, દહીદ્રા, તા. લાઠી, જિ. અમરેલી ખાતે કસ્ટડી સોંપવામાં આવેલ હતી, આ પકડાયેલ તમામ મુદ્દા - માલ મળીને અંદાજિત કુલ કિંમત રૂપિયા ૫૫ લાખ જપ્તે કરેલ છે, અને સદરહું કસૂરદારો વિરુદ્ધ ખનિજ નિયમો અનુસારની આગળની તપાસ કામગીરીઓ હાથ ધરવામાં આવશે.