BREAKING NEWS

મોરબી રફાળેશ્વર ગામે મકાનમાંથી ૧.૩૪૫ કિગ્રા ગાંજો ઝડપાયો

  • October 13, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી એસઓજી ટીમે રફાળેશ્વર ગામના મકાનમાં રેડ કરી ૧ કિલો ૩૪૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને ૭૩ હજારથી વધુનો મુદામાલ કબજે લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામે રહેતા આરોપી દીપક ડાયાભાઇ ભંખોડીયાના મકાનમાં ગેરકાયદે ગાંજો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો ૧ કિલો ૩૪૫ ગ્રામ કીમત ૬૭,૨૫૦ મળી આવ્યો હતો જે ગાંજાનો જથ્થો આરોપી ઈરફાન સંધી રહે વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવી પોતાના મકાનમાં વેચાણ કરવા રાખ્યાની કબુલાત આપી હતી..એસઓજી ટીમે મકાનમાંથી ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ કીમત  ૫૦૦૦, ગાંજો વેચાણ કરી મેળવેલ રોકડ  ૭૦૦, ગાંજો ભરવા માટે પ્લાસ્ટિક કોથળી, વજન કાંટો સહીત કુલ  ૭૩,૧૫૦ નો મુદામાલ જ કરી આરોપી દીપક ભંખોડીયાને ઝડપી લીધો છે અન્ય આરોપી ઈરફાન સંધી રહે વાવડી રોડ મોરબી વાળાનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application